જૂનાગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણીકાર્ડ સહીત 14 માન્ય પુરાવા સાથે મતદાન કરી શકાશે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું તારીખ 22/06/2025 ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર/ EPIC રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઈ મતદાર આવું ફોટો ઓળખપત્ર રજુ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર અનુસાર અન્ય દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરવામાં આવેલ છે. જે આ મુજબ છે.
ફોટો સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોય) ફોટા સાથેનું ઇન્કમટેક્ષ/ પાન ઓળખ કાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખપત્ર, પબ્લિક સેક્ટર બેન્ક અને પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), ફોટા સાથેના પ્રમાણપત્રો જેમ કે, માજી સૈનિકનો પેંશન બુક/ પેંશન પેયમેન્ટ ઓર્ડર/ માજી સૈનિકની વિધવા/ આશ્રિતોના પ્રમાણપત્ર/ મોટી ઉંમરની વ્યક્તિના પેંશન ઓર્ડર/ વિધવા પેંશન ઓર્ડર (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકોના ફોટા સાથેના ઓળખ પત્ર, ફોટા સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધારી યોજના/ MNREGS હેઠળ આપવામાં આવતા ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક મહિના પહેલા ઇસ્યુ થયેલ), કર્મચારી રાજ્ય વીમા યોજના/ ESI હેઠળ આપવામાં આવતા ફોટા સાથેના પ્રમાણપત્ર, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર/ એનપીઆર સ્કીમ હેઠળ આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડ. આ તમામ આધાર પુરાવા મતદાન સમયે નાગરિકો રજૂ કરી શકે છે અને મતદાન કરી શકશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જૂનાગઢ જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.