જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામીની જમીન કૌભાંડમાં ધરપકડ
સીઆઈડી ક્રાઈમે 10 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી
જમીન કૌભાંડ કેસમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરી છે. આ મહંત વિરૂૂદ્ધ રાજકોટ અને સુરતમાં ગુનો નોંધાયા છે ત્યારે સીઆઈડી ક્રાઇમે 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી વિરૂૂદ્ધ સુરતના કોર્પોરેટરએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સુરતના વોર્ડ નંબર 22ના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે જે.કે.સ્વામીએ 1 કરોડ રૂૂપિયાની છેતરપિંડી કરી હતી.આ પ્રકરણમાં અગાઉ શિક્ષક સહિત છની ધરપકડ થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતના કારસ્તાન સામે આવ્યા હતા. તેમણે આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. 2016માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવ્યા હતા. સાથે જ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ એક ડોક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું. જે કે સ્વામીની પુછપરછમાં વધુ ચોકાવનારી વિગતો મળશે.