રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢ પોલીસે નેત્રમ શાખાની મદદથી ત્રણ વર્ષમાં 1272 ગુનાના ભેદ ઉકેલ્યા

11:32 AM Oct 16, 2024 IST | admin
Advertisement

નેત્રમ શાખાનું ડીજીપી વિકાસ સહાયે 18મો એવોર્ડ આપી સન્માન કર્યુ

Advertisement

જૂનાગઢ રેંજના આઈજીપી નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ. એસ. પટણીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. એચ. મશરૂૂ અને 29 પોલીસ સ્ટાફની નેત્રમ શાખા સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી ટ્રાફિક નિયમન, ગુનાનો ભેદ ત્વરિત ઉકેલવા, ગુમ થયેલ કે ખોવાયેલ કીમતી સામાન શોધી આપવા 24 કલાક કાર્યરત છે. દરમિયાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવા સબબ નેત્રમ શાખાના ઓપરેટર પ્રતિક કરંગીયાને ગાંધીનગર ખાતે ડીજીપી વિકાસ સહાયએ 18મો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 13 વખત કામગીરીનું મૂલ્યાંકન કરી જૂનાગઢ નેત્રમ શાખાને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ 3 વખત ઈ ચલણની કામગીરીમાં અને બે વખત ઈ કોપ એવોર્ડ મેળવી જુનાગઢ પોલીસને ગૌરવ અપાવ્યું છે.

એપ્રિલ 2021 થી જુન 2024 સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ 1272 કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવવામાં આવેલ છે. 1272 કેસ પૈકી 1222 કેસ જૂનાગઢ જિલ્લાના અને 50 કેસ ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સુરતના કેસનો સમાવેશ થાય છે. તેમજ રૂૂપિયા 5.07 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી લોકોને પરત કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh Police solved 1272 crimesjunagadhnews
Advertisement
Next Article
Advertisement