રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ નજીક ચાલુ એસટી બસમાં જૂનાગઢના મુસાફરનો હંગામો

11:56 AM Aug 13, 2024 IST | admin
Advertisement

બસ ઊભી રાખવાના મામલે ડ્રાઈવર પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ

Advertisement

જામનગર-સોમનાથ રૂૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા જૂનાગઢના એક મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે એસ.ટી. બસ ઊભી રખાવવાના પ્રશ્ને હંગામા મચાવ્યો હતો, અને એસ.ટી. ડ્રાઇવર પર હુમલો કરી દઈ તેની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શીતલા કોલોનીમાં રહેતા અને એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ કનુભા વાઢેર નામના 56 વર્ષના એસ.ટી. ડ્રાઇવર ગઈકાલે જામનગર-સોમનાથ રૂટની જી.જે.18-ઝેડ.ટી. 0784 નંબરની એસટી બસ લઈને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન બસની અંદર મુસાફરી કરી રહેલા જુનાગઢ ના વતની દિલીપસિંહ સીસોદીયા નામના મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે જાજરૂ જવા માટે એસટી બસને ઉભી રખાવવાનો ડ્રાઇવર પાસે આગ્રહ રાખ્યો હતો.

દરમિયાન ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેરે ગોલાઈ પછી બસને રાખવાનું કહ્યું હતું, દરમિયાન આરોપી મુસાફર દિલીપ સિંહ ઉશ્કેરાઈ ગયો હતો, અને એસ.ટી. ડ્રાઇવર સાથે અણછાજતું વર્તન કરી જપાજપી કરી હતી, અને તેના શર્ટનો કાંઠાલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી, અને બસ ઉભી રખાવવાનો આગ્રહ કર્યો હતો. આખરે આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને એસ.ટી. ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેર દ્વારા ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મુસાફર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsKalavadkalavadnews
Advertisement
Next Article
Advertisement