જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી, જાણો કોણ આગળ અને કોણ પાછળ
10:18 AM Feb 18, 2025 IST | Bhumika
Advertisement
રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. .જૂનાગઢ મહાનગરપાલિકામાં 60 બેઠકમાંથી ભાજપ શરૂઆતમાં 23 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. અપક્ષનું ખાતુ ખુલ્યું છે.
જૂનાગઢમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી. પૂ.ડે. મેયર ગિરીશ કોટેચા પુત્ર પાર્થ કોટેચાની હાર થઇ છે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે.
Advertisement
જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ
જૂનાગઢમાં મનપામાં ત્રણ વોર્ડમાં ભાજપની જીત
જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર-13માં ભાજપની પેનલનો વિજય
જુનાગઢમાં ભાજપને બિનહરીફ સહિત અત્યાર સુધી 20 બેઠક મળી છે.
Advertisement