For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ મનપાના કમિશનરનો પ્લાસ્ટિકના કચરા મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધો

11:50 AM Sep 05, 2024 IST | admin
જૂનાગઢ મનપાના કમિશનરનો પ્લાસ્ટિકના કચરા મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધો

સાઈટ વિઝિટ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ: 17મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી

Advertisement

હાલ, રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. તેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તે ઉપરાંત હજારો લોકો સ્થળાંતર પણ કર્યું છે. જોકે આ કપરી પરિસ્થિતિમાં સરકારી કર્મચારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અગ્નિશામત દળ સહિત એનડીઆરએફ-એસડીઆરએફ જેવી ટીમ અવિરત કાર્યરત છે. તો બીજી તરફ જૂનાગઢ જેવા જિલ્લામાં વરસાદનો માર નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે.

તો બીજી તરફ જૂનાગઢના ગીરનાર પર્વત પર ગંદકી અને પ્લાસ્ટીકના ઉપયોગના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તો ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો હતો. હોઈકોર્ટે જણાવ્યું કે, મનપા કમિશનરને ખબર નથી કે એફીડેવિટ કેવી રીતે ફાઈલ કરવાની હોય છે. જૂનાગઢ મનપા કમિશનરને 2 વખત સમય આપવા છતાં યોગ્ય એફિડેવિટ ફાઈલ કરી શકતા નથી. જોકે જૂનાગઢ પર્વત પર એકઠા થતા પ્લાસ્ટિકને મનપાએ હાયર કરેલ 2 એજન્સીને અપાતી હોવાની વિગત જ કમિશનર દ્વારા અપાઈ હતી.

Advertisement

તે ઉપરાંત હાઇકોર્ટે ગીરનાર ઇકો સેન્સેટિવ ઝોન અને શહેરમાંથી એકઠા થતા પ્લાસ્ટીકના ડિસ્પોઝેબલ અંગે વિગત માગી હતી. મનપા કમિશનરે હાઇકોર્ટના આદેશોનું પાલન ન કર્યું પણ નોંધ્યું હતું. પ્લાસ્ટીક ડિસ્પોઝેબલની પ્રોસેસ અંગે જીપીસીબીને બંને એજન્સીઓની સાઇડ વિઝિટ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ આપ્યો છે. અને આગામી આ મામલે 17 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement