For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ મ્યુનિ. કમિશનરને તેની કામગીરીની એબીસીડી પણ ખબર નથી: હાઇકોર્ટ લાલઘૂમ

11:50 AM Oct 02, 2024 IST | Bhumika
જૂનાગઢ મ્યુનિ  કમિશનરને તેની કામગીરીની એબીસીડી પણ ખબર નથી  હાઇકોર્ટ લાલઘૂમ
Advertisement

ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટ સમગ્ર સુનાવણી થઇ હતી. જેમાં રાજ્ય સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સના અસરકારક અમલ માટે મોનિટરિંગ કમિટી અંગેની માહિતી આપી હતી. ત્યારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,થજો કમિટી છે તો તેઓ આટલા વખતથી શું કરી રહી છે?

અમને નથી લાગતું કે કમિટીએ કંઇ કર્યું હોય. કમિટીના જે સભ્યો છે એ બીજું કામ પણ કરતાં જ હશે. બીજી તરફ જૂનાગઢ કોર્પોરેશનને હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,થમ્યુનિસિપલ કમિશનરને તેમની કામગીરીની એબીસીડી પણ ખબર નથી, એમને ક્યાંક ટ્રેનિંગ માટે મોકલી આપવા જોઇએ.થ ત્યારબાદ હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે કોર્પોરેશનને યોગ્ય માહિતી મેળવી જવાબ રજૂ કરવાની ટકોર કરી હતી.

Advertisement

આ સમગ્ર મામલે અગાઉ એક આદેશ જાહેર કરતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે,સંબંધિત એકમો જે રીતે સંબંધિત નિયમો હેઠળ જરૂૂરી પરવાનગીઓ વિના કામ કરી રહ્યા હતા, તે સ્પષ્ટ કરે છે કે શહેર મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના વડા તરીકે તેમની જવાબદારી પ્રત્યે બેધ્યાન હતા. એટલું જ નહીં હાઇકોર્ટની ખંડપીઠે અગાઉના આદેશને ફરીથી ટાંકતા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે,પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સના અસરકારક અમલ માટે રાજ્ય સરકારને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે માટે એડવોકેટ જનરલ દ્વારા જવાબ આપવામાં આવે અને આગામી સુનાવણી સુધીમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું સોગંદનામું કરવામાં આવે.થ જે મુજબનું સોગંદનામું મંગળવારે કરવામાં આવ્યું હતું.

કોર્ટે આદેશમાં નોંધ્યું છે કે, ૠઙઈઇના ઇન્સ્પેક્શનના અહેવાલો અને કોર્પોરેશનના વાર્ષિક અહેવાલોમાં આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે બંને સત્તાવાળાઓ (નિગમ અને ૠઙઈઇ) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 ની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના કરી છે. પ્લાસ્ટિક કચરાના અલગીકરણ, સંગ્રહ, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે નિયમ 6 હેઠળ સ્થાનિક સંસ્થાની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી છે. સ્પષ્ટ છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની રીતે અને ખાનગી ઓપરેટરોની સંલગ્નતા દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સુવિધાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016 ની જોગવાઈઓનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement