રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં જૂનાગઢની તરુણી ઉપર 14 શખ્સો દ્વારા ગેંગરેપ

11:54 AM Sep 14, 2024 IST | admin
Advertisement

વિધર્મી શખ્સે ફેસબુક મારફતે પરિચય કેળવી અપહરણ કર્યુ, 15 વર્ષની તરુણીને રાજકોટ લાવી મિત્રોના હવાલે કરી દીધી, 20 દિવસમાં 14 શખ્સોએ સગીરાને હવસનો શિકાર બનાવી

Advertisement

જૂનાગઢમાં રહેતી 15 વર્ષીય તરૂણીનું રાજકોટ રહેતા વિધર્મી શખ્સે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી રાજકોટ લાવી તરૂણીને વિધર્મી શખ્સે તેના મિત્રોના હવાલે કરી દેતા જૂનાગઢની તરૂણી ઉપર 20 દિવસમાં 14 શખ્સોએ સામુહિક દુષ્કર્મ ગુજારતા સનસનાટી મચી ગઈ છે. તરૂણીને પોલીસે બચાવી આ મામલે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે.

જૂનાગઢમાં રહેતી એક તરૂૂણીનું તેના રાજકોટ રહેતા પ્રેમીએ અપહરણ કરી દુષ્કર્મ આચરી રાજકોટ લઈ ગયો હતો, જ્યાં તેણે તરૂૂણીને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી. એક શખ્સે તરૂૂણીની મજબુરીનો લાભ લઇ દેહવિક્રયનો ધંધો શરૂૂ કરાવ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસે રાજકોટથી તરૂૂણીને જૂનાગઢ લાવી પૂછપરછ કરતા 20 દિવસમાં તેના પર 14 શખ્સો દુષ્કર્મ કર્યાનું જણાવ્યું હતું. તેમાંથી દસ શખ્સના તેણે નામ આપ્યા હતા. પોલીસે બે શખ્સની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં રહેતી એક તરૂૂણી રાજકોટના અરબાઝ નામના શખ્સ સાથે સોશીયલ મીડિયા પર સંપર્કમાં હતી, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત તા.20 ઓગસ્ટના ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી તરૂૂણીનું અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ થતા એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી હતી. જૂનાગઢથી અપહરણ થયેલી તરૂૂણી રાજકોટ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે રાજકોટ જઈ તપાસ કરતા તરૂૂણી મળી આવી હતી.

આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે ગત તા. 20 ઓગસ્ટના તરૂૂણીને તેનો પ્રેમી અરબાઝ ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી અપહરણ કરી ગયો હતો. જૂનાગઢના દુષ્કર્મ બાદ તરૂૂણીને રાજકોટ લઈ જઈ ત્યાં એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું, બાદમાં અરબાઝે તરૂૂણીને પોતાના મિત્રોને હવાલે કરી દીધી હતી. જેમાથી આકાશ નામના શખ્સે તરૂૂણીને દેહવ્યાપાર શરૂૂ કરાવ્યો હતો, જે અઢી ત્રણ હજાર રૂૂપિયા લઈ તરૂૂણી પાસે દેહવિક્રય કરાવતો હતો. તરૂૂણીએ પોલીસને જણાવ્યું હતું કે 20 દિવસમાં રેહાન યુનુસ,અરબાઝ મુલતાની, હાદક,અરવિંદ સિંધી,અયાન સિંધી, આકાશ, સત્યમ, સત્યમનો મિત્ર અને અંશુ તેમજ ચાર અજાણ્યા મળી કુલ 14શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ મુજબ ગુનો દાખલ કરી રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિષ્ટની ધરપકડ કરી છે.

આ બંનેને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પ્રેમીએ તરૂૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મિત્રોના હવાલે કરી દીધી હતી અને બાદમાં તરૂૂણીને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવ્યાની બાબતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બાકીના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Tags :
crimegangrapegujaratgujarat newsjunagadhnews
Advertisement
Next Article
Advertisement