લાખો ભાવિકોથી જૂનાગઢ ઊભરાયું, બે દિવસમાં રાજકોટના ત્રણ સહિત 9ના હાર્ટએટેકથી મોત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. વિધિવત પ્રારંભ પહેલા સાત લાખ ભાવિકોનો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. જ્યારે હાલમાં પરિક્રમાના રુટ પર 4 લાખ યાત્રાળુઓ છે. તો 3 લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ઘોડી વટાવી છે.
પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે. ભાવિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. આખા પરિક્રમાના રુટ પર માનવ મહેરામણ જોવા મળ્યુ છે. લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જ્યારે બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરુઆત પહેલા જ 2 યાત્રળુના હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. મૃતકનું નામ પરશોતમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું છે. રાજકોટના મહેશ રૂૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.
ગઈકાલે સવારથી પરિક્રમા શરૂૂ થઈ ગઈ છે. લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે. ગઈકાલે સાંજ સુધીમાં ચાર યાત્રિકના હાર્ટએટેકથી મોત થયા હતા. જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મુળજીભાઈ રૂૂડાભાઈ લોખીલ (ઉ.વ.66)નું માળવેલા ઘોડી નજીક, જસદણ તાલુકાના નવાગામના પરષોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણી (ઉ.વ.50)નું ભવનાથ તળેટીમાં, અમરસરના હમીરભાઈ સોદાભાઈ લમકા (ઉ.વ.65)નું ભવનાથ તળેટીમાં, દેવડાના રસિકલાલ ભોવાનભાઈ ભરડવા (ઉ.વ.62)નું ઈટવા ઘોડી પાસે હાર્ટએટેકથી મોત થયું હતું.
જ્યારે આજે રાજકોટના મનસુખભાઈ મોહનભાઇ(ઉ.વ.70)નું જીણાબાવા મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઇ ચાવડા(ઉ.વ.50)નું 11 નંબર ચેકપોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઇ સિંધવ (ઉ.વ.54)નું સરકડીયા પાસે એટેક આવવાથી મોત થયુ હતું.
ગતવર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા 9 યાત્રિકોએ રૂૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમજ 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે.