For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

12:43 PM Jul 02, 2024 IST | Bhumika
જૂનાગઢ જિલ્લામાં 7થી 14 5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ
Advertisement

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ

જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.

Advertisement

આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.

ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.

જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement