રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલામાં પોપડા પડ્યા

11:35 AM Oct 14, 2024 IST | admin
Advertisement

રિનોવેશનના બહાને રૂા.8 લાખનું બિલ પાસ કરાવી લીધાનો ઇજનેર સામે આક્ષેપ

Advertisement

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો બીલખા રોડ ઉપર આવેલો છે. પંચવટી નામે ઓળખાતા આ બંગલામાં રીનોવેશન કામગીરી કરવાના બહાને રૂપિયા 8 લાખનું બિલ પાસ કરાવી લીધાનો આક્ષેપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ સામે કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખે કાર્યપાલક ઈજનેર પર આક્ષેપ કર્યા જિલ્લા પંચાયત જુનાગઢ ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ જણાવ્યું હતું કે થોડો સમય પહેલા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના પંચવટી બંગલા નું 8.95 લાખ થી વધુ ના ખર્ચે રીનોવેશનનું કામ હતું. જે કામ 12 % ડાઉનથી મંજૂર થયેલ હતું. જે 7,30 લાખ રૂૂપિયાનું બંગલાના રિનોવેશનનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થળ પર આટલા ખર્ચાનું કામ કરવામાં આવ્યું જ નથી. જુનાગઢ જિલ્લા પંચાયતના ઇજનેર અભિષેક ગોહિલનો આ રીનોવેશનના કામમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચારના કામમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પણ સંકળાયેલા છે.

આ મામલે જિલ્લા પંચાયતના જનરલ બોર્ડની બેઠકમાં પણ આ પ્રશ્નો રજૂ કર્યો હતો. જુનાગઢ જિલ્લામાં 100 કરોડથી વધુના કામો સરકારમાંથી આવે છે જેમાંથી 20 ટકા કામો પણ થતા નથી. ત્યારે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકો હોદ્દેદારોને કહે છે કે કામ કેમ થતા નથી ? જેના કારણે જિલ્લા પંચાયતના હોદ્દેદારો લોકો વચ્ચે જઈ શકતા નથી. ત્યારે હાલના જિલ્લા પંચાયતના અધિકારીઓ પોતાના સંતોષ માટે અમને હેરાન પરેશાન કરે છે. આ મામલે અમે વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત પણ કરી છે. ત્યારે અમારી માંગ છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને સરકારમાં પરત મોકલવામાં આવે.

કાર્યપાલક ઈજનેરે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા આ મામલે જુનાગઢ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહીલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કરેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને કામ નીતિ નિયમો મુજબ જ થયુ હોવાનું જણાવ્યું હતું. આ મામલે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના પંચવટી બંગલોમાં રીનોવેશનની કામગીરી નથી કરવામાં આવી તે વાસ્તવિકતા છે.

આ બંગલામાં જે 8 લાખથી વધુનું રીનોવેશનનું કામ કરવામાં આવ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થયા છેતે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખની વાત સાચી છે. હાલ આ મામલે જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા જે ભ્રષ્ટાચાર વિશે વાત કરવામાં આવી છે તે સાચી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કાર્યપાલક ઈજનેરને સરકારમાં પાછા મોકલવાનો જનરલ બોર્ડમાં ઠરાવ પણ જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જનરલ બોર્ડના અધ્યક્ષ સ્થાને મેં આ ઠરાવને બહુમતીથી મંજૂરી પણ આપી છે. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યપાલક ઇજનેરની ઓન આવડતી જુનાગઢ જિલ્લામાં વિકાસના કામો થતા નથી.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh district panchayatjunagdhnewsPresident's bungalow fell into a crust
Advertisement
Next Article
Advertisement