જ્યુબિલી શાક માર્કેટનું 24.26 કરોડના ખર્ચે થશે રિ-ડેવલોપમેન્ટ
થડાની વધુ ક્ષમતા સાથે પાર્કિંગ સહિત અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા તંત્ર દ્વારા લોકહિતના કામો અને લોક ઉપયોગી પ્રોજેકટો ઘડાઘડ હાથ ઉપર લેવામાં આવી રહયા છે. જેમાં ઢેબરરોડ ઉપર આવેલ વર્ષોજૂની જ્યુબિલી શાક માર્કેટ જર્જરિત થઇ જતા તેમજ આ સ્થળે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અંતે મનપાએ જૂની શાક માર્કેટ તોડી તે જગ્યા એ રૂપિયા 24.26 કરોડના ખર્ચે તમામ સુવિધા સાથેની શાક માર્કેટનું બિિેલ્ડંગ તૈયાર કરવામાટેનુ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
મહાનગરપાલિકા દ્વારા લાખાજીરાજ રોડ પર આવેલ વર્ષોજૂની શાકમાર્કેટ દૂર્ઘટના સર્જતેવી સ્થિતીમાં હોવાથી તેનુ નવીનિકરણ કરવાની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ વર્ષોજૂની જ્યુબિલી શાક માર્કેટના સ્થળે અદ્યતન નવુ શાક માર્કેટનું બિલ્ડિગ તૈયાર કરવા ચાલુ વર્ષના બજેટમાં જોગવાય કરવામાં આવી હતી. અને હવે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. સેન્ટ્રલઝોન સિટી ઇજનેરના જણાવ્યુ મુજબ જ્યુબિલી શાક માર્કેટની જગ્યા વિશાળ છે. પરંતુ વર્ષો પહેલાની વસ્તી અને ગ્રાહકોના આધારે થડાની બનાવટ કરવામાં આવેલ ત્યારબાદ ગ્રાહકોમાં વધારો થતા માર્કેટમાં વધુ થડાની જરૂરીયાત ઉભી થઇ હતી.
તેવી જ રીતે જ્યુબિલી શાક માર્કેટ ખાત આવતા ગ્રાહકોને પોતાના વાહન પાર્ક કરવાની સુવિધા ન હોવાથી આ રોડ ઉપર અવાર નવાર ટ્રાફિક જામ થતો હતો. આ તમામ સમસ્યાના નિવારણ માટે નવી શાક માર્કેટ બનાવી અનીવાર્ય થયેલ જેના માટે પ્રથમ શાક માર્કેટનો સર્વે કરી ક્ષેત્રફળ મુજબ કયા પ્રકારનુ બિલ્ડિંગ તૈયાર થઇ શકે તે સહિતના મુદ્દે ચર્ચા કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને વધુ સુવિધા તેમજ પાર્કિંગ સાથે વધુ માળ ધરાવતી શાક માર્કેટનું એસ્ટીમેન્ટ 24.26 કરોડ આવેલ છે. જેમાં ફેરફાર થશે અને ટેન્ડર ભરાયા બાદ માર્કેટ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
જ્યુબિલી શાક માર્કેટની બાજુમાં લોટરીબજાર આવેલ છે. જેમાં નાની નાની દુકાનો તૈયાર કરી વર્ષો પહેલા ભાડેથી અથવા વેચાણથી આપવામાં આવેલ છે. જ્યારે ઢેબર રોડ ઉપર મુખ્યચોકમાં વિશાળ ક્ષેત્રફળમાં આવેલ જૂની શાક માર્કેટના સ્થાને તમામ સુવિધા યુકત સાથોસાથ વધારાની દુકાનો તેમજ ઓફિસો ધરાવતુ બિલ્ડિંગ તૈયાર થઇ શકે તેમ છે.
અને તેના થકી મહાનગરપાલિકાને વાર્ષિક લાખો રૂપિયાની વધુ આવક થઇ શકે તેમ હોય તંત્રએ હવે રૂપિયા 24.26 કરોડના ખર્ચે જ્યુબિલી શાક માર્કેટનું રિ-ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. અને આજ રોજ ટેન્ડર પ્રસિધ્ધ કરેલ હોય બિડ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરશે. જે મંજૂર કરી ઝડપથી નવી જ્યુબિલી શાક માર્કેટના બિલ્ડિંગનુ કામ શરૂ કરવામાં આવશે.