ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જે.પી. નડ્ડા, ભૂપેન્દ્રભાઈ સહિતના મહાનુભાવોની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રા

12:22 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ બહુમાળી ભવન ચોકથી ત્રિકોણબાગ ચોક સુધીની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા રેસકોર્સ આસપાસના વિસ્તારમાં તિરંગા માહોલ સર્જાયો હતો. હજારો લોકો તથા વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના પ્રધાનો રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતા શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તિરંગા યાત્રાનું બહુમાળી ભવન ચોક સરદાર પટેલની પ્રતિમા પાસેથી પ્રસ્થાન થયું હતું. જ્યારે જ્યુબિલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

Advertisement

Tags :
bhupendra patelgujaratgujarat newsJP Naddarajkotrajkot newsTriranga Yatra
Advertisement
Next Article
Advertisement