For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસમાં કદ વધ્યું: કેન્દ્રીય ચૂંટણી ઢંઢેરા સમિતિમાં સ્થાન

01:27 PM Dec 23, 2023 IST | Sejal barot
જીજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસમાં કદ વધ્યું  કેન્દ્રીય ચૂંટણી ઢંઢેરા સમિતિમાં સ્થાન

કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આવનારી ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા કમિટીની રચના કરી છે. પી ચિદમ્બરમને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે. બનાવવામાં આવ્યા છે. 16 સભ્યની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાતમાંથી એક માત્ર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સ્થાન આપવામાં આવ્યું છે.
લોકસભાની આગામી ચૂંટણી માટે મેવાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસે લોકસભાની આગામી ચૂંટણી માટેના ચૂંટણી ઢંઢેરા કમિટીમાં મેવાણીને સ્થાન આપ્યું છે. ગુજરાતમાંથી એકમાત્ર ધરસભ્ય જીજ્ઞેશ મેવાણીને ચૂંટણી ઢંઢેરાની કમિટીમાં સ્થાન મળ્યું છે. 16 સભ્યોની સમિતિમાં ગુજરાતમાંથી એકમાત્ર મેવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવને મહત્વની પેનલના ક્ધવીનર બનાવવામાં આવ્યા છે. 16 સભ્યોની પેનલમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, જયરામ રમેશ અને શશિ થરૂૂર પણ આ સમિતિમાં સામેલ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મણિપુરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગાયખાંગમ અને લોકસભામાં પાર્ટીના ઉપ નેતા ગૌરવ ગોગોઈ પણ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તી સાથે સમિતિમાં છે.
મુખ્ય પેનલના અન્ય સભ્યો, જે ચૂંટણી માટે પાર્ટીના એજન્ડાને અંતિમ સ્વરૂૂપ આપશે, તેમાં ઇમરાન પ્રતાપગઢી, કે રાજુ, ઓમકાર સિંહ મારકમ, રંજીત રંજન, જીગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement