For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુરના ઝીણાવારી ગામે યુવાન પાણીમાં તણાયો

12:27 PM Aug 29, 2024 IST | admin
જામજોધપુરના ઝીણાવારી ગામે યુવાન પાણીમાં તણાયો

લતીપરમાં વોકળામાં ડૂબી જતા ખેડૂતનું મોત

Advertisement

જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર (ઉંમર વર્ષ 50) ગત તારીખ 27.8.2024ના રાત્રિના અંદાજિત 9.00 કલાકની આસપાસ ઝીણાવારી ગામની બહાર રબારીકાથી ઝીણાવારી વચ્ચે આવેલ વર્તુ નદીના પુલ ઉપરથી ચાલીને પસાર થતા હતા. ત્યારે તે વખતે પુલ ઉપરથી ભારે માત્રામાં પાણી પસાર થતું હોવાથી તેઓ નદીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

વર્તુ નદીનો પ્રવાહ ત્યાંથી આગળ વધીને મોટી ગોપથી થઈને મોરજર ડેમમાં જાય છે. આથી આ વિસ્તારમાં જે કોઈપણ નાગરિકને આ બાબતે માહિતી મળે તો તુરંત જ મામલતદાર, જામજોધપુર (મો. 95372 21156) અથવા તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુરને તાત્કાલિક ધોરણે જાણ કરવી. તેમજ વર્તમાન પરિસ્થિતિમાં મદદરૂૂપ થવા અને જિલ્લા વહિવટી તંત્રને જરૂૂરી સહકાર આપવા માટે તમામ નાગરિકોને જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.જામનગર તાલુકાના લતીપર ગામમાં રહેતા 44 વર્ષના એક ખેડૂત યુવાનનું પાણીના વોકળામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતો અને ખેતી કામ કરતો રાજેશ રવજીભાઈ નામના 44 વર્ષનો ખેડૂત યુવાન પોતાના મિત્રની વાડીએ ગયો હતો, ત્યાંથી ટ્રેક્ટર લઈને પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન રસ્તામાં ઉંડા પાણીના વોકળામાં પડી ગયો હતો, અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાના કલ્પેશભાઈ રવજીભાઈએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી વસ્તુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement