રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલીમાં જેનીબેન, જામનગરમાં મારવિયા, રાજકોટમાં ધાનાણીની આનાકાની

12:14 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થઇ જતા ગુજરાતમાં ભાજપે 22 અને કોંગ્રેસે બે બેઠક આપને આપ્યા બાદ બાકી રહેતી 24 બેઠક પૈકી 6 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જયો બાકીની 18 બેઠકોના ઉમેદવારો નકકી કરવા ગઇકાલે યોજાયેલી કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકમાં દસ જેટલા નામો નકકી કરી ટેલીફોનિક સુચના આપી દીધી હોવાનું જાણવા મળે છે. આજે સાંજ સુધીમાં યાદી જાહેર થવાની ધારણા છે. તે પૂર્વે રાજકોટની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેન્દ્રીયમંત્રી પુરૂસોતમભાઇ રૂપાલા સામે વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને લડવા હાઇકમાન્ડે સુચના આપી છે. પરંતુ ધાનાણી હજુ આનાકાની કરતા હોવાનું જાણવા મળે છે. આમ છતા આજે સાંજ સુધીમાં આ કોકડુ ઉકેલાઇ જવાની શકયતા છે. દિલ્હી અને ગુજરાતના નેતાઓ ધાનાણીને રાજકોટથી લડવા દબાણ કરી રહ્યા છે.ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ 10 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી દીધા છે. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ જે 10 નામો પર મહોર લાગી છે તેમાં આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા ચૂંટણી લડશે. રાજકોટ બેઠક પર પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું નામ ફાઈનલ થયું છે. છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે. પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હશે. જામનગરમાં જે.પી. મારવીયાનું નામ ફાઇનલ થયું છે.

Advertisement

આ રીતે અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર ચુંટણી લડશે. દાહોદમાં પ્રભાબેન તાવીયાડ તો સુરત બેઠક પર પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉમેદવાર બનશે. ખેડા બેઠક પર કાળું સિંહ ડાભીની ટીકીટ નિશ્વિત મનાય છે. પંચમહાલ બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે. ગમે ત્યારે કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર થશે. અધિકૃત યાદીમાં 10થી વધુ ઉમેદવારોના નામ હોઈ શકે છે.

રાજકોટ- પરેશ ધાનાણી
અમરેલી- જેનીબેન ઠુંમર
જામનગર- જે.પી. મારવીયા
સુરત -નિલેશ કુંભાણી
આણંદ- અમિત ચાવડા
છોડા ઉદેપુર -સુખરામ રાઠવા
પાટણ -ચંદનજી ઠાકોર
ખેડા કાળુસિંહ ડાભી
પંચમહાલ -ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ -પ્રભાબેન તાવિયાડ

Tags :
Congressgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement