For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલે પદ ગ્રહણ કર્યુ

12:54 PM Sep 30, 2024 IST | Bhumika
વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલે પદ ગ્રહણ કર્યુ
Advertisement

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચીત અધ્યક્ષના પદગ્રહણ સમારોહ યોજાયો હતો, આ સંમેલનની શરૂૂઆતમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિકરામ બાપાએ દીપપ્રાગટ્ય કરીને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ જીતુભાઇ લાલે ગુજરાત લોહાણા સમાજનું પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતુંનવનિયુક્ત પ્રમુખ જીતુભાઇ લાલએ પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકરામ બાપાના આશિર્વાદ લીધા હતા,આ મહા સંમેલનમાં 115 મહાજનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા, લોહાણા સમાજના મહા સંમેલનમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂૂ તેમજ રઘૂવંશી સમાજના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ગિરીશભાઈ કોટેચાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોહાણા સમાજની વસ્તી વધુ હોઈ ત્યાં ટિકિટ આપવી જોઈએ પહેલા લોહાણા સમાજના 6 ધારાસભ્ય હતા અત્યારે હાલ એક જ ધારાસભ્ય છે ત્યારે દરેક સમાજની સાથે લોહાણા સમાજ સાથે હોઈ ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી સહેલી થઈ જાય છે ત્યારે બધી સીટ ઉપર ટિકિટ નથી જોતી પણ જ્યાં વધુ લોહાણા સમાજની વસ્તી હોઈ ત્યાં ટિકિટની આશા હોઈ છે,રાજકોટમાં લોહાણા સમાજની બે લાખ લોકોની વસ્તી છે ત્યાં ટિકિટની આશા રાખી શકાય તેમ પૂર્વ મેયર ગિરીશ કોટેચા જણાવ્યું હતું, ત્યારે બીજી તરફ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢના સેવાના ભેખ ધારી મહેન્દ્ર મશરૂૂ એ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ જીતુભાઇ લાલને લોહાણા સમાજના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા.

પ્રમુખ જીતુભાઇ લાલે વધુમાં જણાવ્યું હતું કે સવારે જલારામ બાપાને પ્રાર્થના કરેલ કે બાપા વરસાદ નો સમય છે સાંજના સાત સુધીનો સમય વરસાદ ન આવે ત્યારે વીરપુરના આજુબાજુના પંથકમાં તેમજ જૂનાગઢ, રાજકોટ, ગોંડલ વરસાદ વરસ્યો હતો પરંતુ વીરપુરમાં વરસાદ વરસ્યો ન હતો એક જલારામ બાપાનો પરચો જોવા મળ્યો છે હતો ત્યારે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લઈ લોહાણા સમાજ આગામી સમયમાં એક થાય તેવા પ્રયત્ન કરીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement