JEE એડવાન્સના નિયમમાં ફરી બદલાવ, વિદ્યાર્થીઓને બે જ તક મળશે
આઈઆઈટી કાનપુરએ JEEએડવાન્સ્ડ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ના પાત્રતા માપદંડમાં સુધારો પાછો ખેંચી લીધો છે.
જોઈન્ટ એડમિશન બોર્ડ દ્વારા આજે, 18 નવેમ્બરે જારી કરાયેલ નોટિસ અનુસાર, અગાઉના JEEએડવાન્સ્ડ 2025 પાત્રતા માપદંડને પુન:સ્થાપિત કરીને, વિદ્યાર્થીઓ માટેના પ્રયત્નોની સંખ્યા ઘટાડીને બે કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને હવે ઉંઊઊએડવાન્સ 2025 પરીક્ષા માટે ત્રણને બદલે બે પ્રયાસો મળશે. જો કે, JEEએડવાન્સ 2024 માટે વય મર્યાદા અને અન્ય આવશ્યકતાઓ પણ ગયા વર્ષની જેમ જ રહેશે. અમે તમને જણાવી દઈએ કે બોર્ડે તાજેતરમાં JEEએડવાન્સ્ડ 2025 પ્રયાસોની સંખ્યા વધારીને ત્રણ કરી હતી, જોકે, સ્પર્ધાત્મક જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને, JEEએડવાન્સ્ડ માટેનો ત્રીજો પ્રયાસ દૂર કરવામાં આવ્યો છે.
JEEએડવાન્સ 2025 પાત્રતા માપદંડ પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેમાં કોઈ ફેરફાર લાગુ નથી. JEEએડવાન્સ 2025ની પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રસ ધરાવતા ઉમેદવારોને આ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉંઊઊએડવાન્સ્ડ 2025 માટે જેઇઇ મેઇન 2025 માટે ક્વોલિફાય થવા માટેની પાત્રતાના માપદંડો એ જ રહે છે.
એડમિશન બોર્ડ અનુસાર, JEEએડવાન્સ્ડ 2025 ની પાત્રતા JEEમેનમાં ઉમેદવારોના પ્રદર્શન, વય મર્યાદા, ધોરણ 12માં હાજરી અને ઈંઈંઝમાં પ્રવેશના આધારે સમાન રહેશે. તેથી, બધા રસ ધરાવતા વિદ્યાર્થીઓએ JEEમેઇન 2025 માટે ઑનલાઇન અરજી કરવી જોઈએ. JEEમેઇન 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2024 છે.