સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો; ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી
સહકારી ક્ષેત્રના અડખમ આગેવાન એવા ગુજરાત રાજયનાં પુર્વ કેબીનેટ મંત્રી, વિશ્ર્વની પ્રથમ હરોળની રાસા. ખાતરો ઉત્પાદીત કરતી ઇફકો-ન્યુ દિલ્હીનાં ડિરેકટર તેમજ દેશની પ્રથમ નંબરની સહકારી બેંક રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. નાં ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. નાં અધ્યક્ષ જયેશભાઇ રાદડીયાની આગેવાની નીચે રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લિ. ની વ્યવસ્થાપક સમિતિનાં સભ્યોની ચુંટણી થયેલ. તેમા તાલુકા સંઘોના - 12 અને ખેતિ વિષયક મંડળીઓ વિભાગના - 06 તથા રૂપાંતર વિભાગની મંડળીઓ વિભાગના - 01, કુલ મળી -19 સભ્યોની ચુંટણી યોજવામા આવેલ. જેમા તમામ બેઠકો બીન હરીફ થયેલ છે.આજરોજ કલેકટર - રાજકોટનાં પ્રતિનિધિ તરીકે નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી (શહેર) - રાજકોટ ડી.વી. વાળાનાં અધ્યક્ષ સ્થાને બોર્ડનાં -20 સભ્યોની હાજરીમા હોદેદારો નિમવા ચુંટણીનુ કાર્ય હાથ ધરવામા આવેલ. જેમા સતત 9 (નવ) મી ટર્મ માટે મગનલાલ પ્રેમજીભાઇ ઘોણીયા જીલ્લા સંઘના ચેરમેન તરીકે સર્વાનુમતે ચુંટાઇ આવેલ છે. તેઓ રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન છે.
અને હાલમા તેઓ રાષ્ટ્રિય કક્ષાની સંસ્થા નાફેડ - ન્યુ દિલ્હી, રાસા. ખાતરો ઉત્પાદીત કરતી દેશની સહકારી સંસ્થા ઇફકો, ક્રિભકો - ન્યુ દિલ્હીમા ડેલીગેટ છે. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લિ., ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ, શ્રી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ - ગોંડલ, નિયંત્રિત બજાર સંઘ વગેરે સંસ્થાઓમા વર્ષોથી ડિરેકટર તરીકે સેવા બજાવે છે. આ ઉપરાંત વાઇસ ચેરમેન પદે નરેન્દ્ર એમ. બેરા તથા માનદમંત્રી તરીકે લઘુભા એમ. જાડેજા બીનહરિફ ચુંટાઇ આવેલ છે. ઉપરોકત ચુંટાયેલ ત્રણેય બીનહરિફ આગેવાનોને હારતોરાથી સન્માનીત કરવામા આવેલ. અને તેઓને સહકારી આગેવાન જયેશભાઇ રાદડીયા, મગનભાઇ વડાવીયા, ઘનશ્યામભાઇ ખાટરીયા, અલ્પેશભાઇ ઢોલરીયા, ગોરધનભાઇ ધામેલીયા, દિનેશભાઇ ભુવા, ગોપાલભાઇ શિંગાળા, ડો. ડાયાભાઇ પટેલ, ભાનુભાઇ મહેતા, કનકસિંહ જાડેજા, અરવિંદભાઇ તાગડીયા, લલીતભાઇ રાદડીયા તેમજ ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તેમજ ઇફકો - ન્યુ દિલ્હી, ગુજકોમાસોલ-ગાંધીનગરનાં ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જી.એસ.સી. બેંક - અમદાવાદનાં ચેરમેન અજયભાઇ પટેલ સહિતનાં આગેવાનો, તમામ સહકારી સંસ્થાનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ, અધિકારીઓએ ખુબ - ખુબ અભિનંદન પાઠવેલ.શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. - રાજકોટ, જીલ્લા કક્ષાની સંસ્થા છે. માન. ગૌ.વા. વિઠલભાઇ રાદડીયાના સુ વિચારોથી રાસા. ખાતર વેચાણ અને વહીવટી સબંધે ગુજરાત રાજયમા મોખરાનુ સ્થાન ધરાવે છે હાલમા આ સંસ્થાનાં વિકાસમા જયેશભાઇ રાદડીયા તેમજ મગનભાઇ વડાવીયાનો મોટો સિંહ ફાળો છે.