કમળો-ટાઈફોઈડમાં ઉછાળો : 8 માસના બાળકનું તાવથી મોત
શહેરમાં મિશ્રઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય બન્ને રોગચાળાએ માથુ ઉચક્યું છે જેના લીધે ડેન્ગ્યુ, ટાઈફોડ, કમળો અને તાવના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં વધુ 1740 કેસ મનપાના આરોગ્ય વિભાગના ચોપડે નોધાયા છે. ત્યારે રૈયા રોડ ઉપર વૈશાલી નગરમાં 8 માસના માસુમનું તાવની બીમારી સબબ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં રૈયારોડ ઉપર આવેલા વૈશાલીનગરમાં રહેતા પરિવારના 8 માસના વનરાજ લાલાભાઈ સોહલા નામના બાળકને ત્રણ દિવસથી તાવ આવતો હતો. જેને લઈને પરિવારજનોએ પ્રથમ અમૃતા હોસ્પિટલમાં ખસેડયો હતો.
જોકે સારવાર કારગત નહીં નિવડતા 22 ફેબ્રુઆરીની સાંજે બાળકને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર કે.એ. ચૌહાણે જોઈ-તપાસીને બાળકને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક વનરાજ સોહલા બે ભાઈમાં નાનો હતો અને ત્રણ દિવસ તાવની બીમારીમાં સપડાયા બાદ આચકી ઉપડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.17/2/2025 થી તા.23/02/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 23,817 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1059 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ હતી. તેમજ ગંદકી અને મચ્છર ઉત્પતિ સબબ રહેણાકની 215 તથા કોમર્શીયલની 79 મિલ્કતોના આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.