ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખાદ્યતેલના નમૂના ફેલ જતાં જસદણની પેઢીને 10 લાખનો દંડ

04:08 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા. સુનાવણી બાદ, એડિશનલ કલેક્ટરે ખાદ્ય સુરક્ષા કાયદાના ભંગ બદલ જસદણની હરિ ક્રિષ્ના પેઢીને કુલ રૂૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ એક જ પેઢીના બે અલગ-અલગ નમૂનાઓમાં પાંચ-પાંચ લાખના દંડ સ્વરૂૂપે ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફૂડ વિભાગ દ્વારા હરિ ક્રિષ્ના પેઢીમાંથી કપાસિયા તેલ અને સીંગતેલના નમૂના લેવામાં આવ્યા હતા, જે સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આથી, એડિશનલ કલેક્ટર દ્વારા બંને નમૂનાઓ માટે અલગ-અલગ પાંચ-પાંચ લાખનો દંડ ફટકારીને કુલ રૂૂ. 10 લાખનો દંડ વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

Tags :
gujaratgujarat newsJasdanJasdan news
Advertisement
Next Article
Advertisement