ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જસદણની 20 લાખના રાયડાની ચોરીનો ભેદ ખુલ્યો : 10ની ધરપકડ

05:27 PM Mar 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ લીલાપર ગામે આવેલ સરકારી ગોડાઉનને નિશાન બનાવી ગોડાઉનમાં રાખેલ 20 લાખનો રાયડાની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ જસદણ પોલીસે હ્યુમન રિસોર્સના આધારે ચોરાઉમાલ વેચવા નિકળેલી ગેંગના 10 સખ્સોની ધરપકડ કરી 568 બોરી રાયડો અને વાહનો મળી 32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતા એન જસદણના લીલાપુર ખાતે આવેલ વેરહાઉસ કોર્પોરેશનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ વીરજીભાઈ નીનામા ઉ.વ.64એ ગત સપ્તાહે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં લીલાપુર ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં રાખેલ રૂા. 20.23 લાખની કિંમતનો 675 બોરી રાયડાની ચોરી થયાનું જણાવ્યું હતું.

સરકારી ગોડાઉનમાં સિક્યોરીટી ગાર્ડ હોવા છતાં રાયડાની ચોરી થયાની પોલીસને જાણ થતાં પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બાતમીદારોને કામે લગાડ્યા હતાં. જેમાં ચોરાઉ રાયડાનો જથ્થો માર્કેટમાં વહેચવા નિકળેલી ગેંગના એક પછી એક 10 સભ્યોની ધરપકડ કરી રૂા. 17,03,119ની કિંમતની 568 બોરી રાયડો, 8 લાખની કિંમતના 3 વાહનો, 7 મોબાઈલ અને સાત લાખની રોકડ મળી કુલ 32,47,000નો મુદ્દયામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે રાયડા ચોરીમાં સંડોવાયેલ ગેંગમાં પાળિયાદના હરેશ પ્રાગજી મકવાણા રેવાણીયા ગામના મેહુલ ઉર્ફે તડો ભરતભાઈ મકવાણા, જસદણના ધર્મેશ ઉર્ફે ધમો રાયાભાઈ મેટાળિયા રેવાણિયાના અરવિંદ ઉર્ફે દુદો રામજી મકવાણા, મહેશ ઉર્ફે જેકી જેસાભાઈ મકવાણા, હિતેષ જેશાભાઈ મકવાણા, વિપુલ રવજીભાઈ મકવાણા, પાળિયાદના અરુણ ટપુભાઈ ભોજવ્યા, કોટડાના કલ્પેશ ભુપતભાઈ કટેસિયા અને રેવાણીયાના જેન્તી પ્રાગ્જી મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં રેવાણિયાગામના વનરાજ રામજી મકવાણા, લક્ષ્મણ જાદવ, કિસન રમેશ મકવાણા અને સંજય લક્ષ્મણભાઈ ધોરિયાની સંડોવણી ખુલતા ભુગર્ભમાં ઉતરી ગયેલા આ ચારેય શખ્સોની પણ શોધખોળ કરવામાં આવી છે. આ કામગીરી જસદણના પીઆઈ ટી.બી. જાની, પીએસઆઈ એમ.ડી. વાઘેલા, અરુણભાઈ ખટાણા, પ્રણવભાઈ વાલાણી, સાગરભાઈ મકવાણા, જયદેવભાઈ કિડીયા, અનિલભાઈ સરવૈયા, અશોકભાઈ ભોજાણી અને રણજીતભાઈ મેર સહિતના સ્ટાફે કરી હતી.

Tags :
gujaratgujarat newsJASADAN
Advertisement
Advertisement