રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાપાનનું ડેલિગેશન ગુજરાતમાં, મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

05:43 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ, પ્રવાસન અંગે ચર્ચા

જાપાનના શિઝુઓકા પ્રાંતના 18 સભ્યોના ડેલિગેશન સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી. શિઝુઓકા પ્રાંતની એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રી આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું છે. તેમની સાથે જાપાન અને ગુજરાત વચ્ચે વાણિજ્યિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવા અંગે ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્રદેશ તરીકે આગળ વધ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ આ પ્રસંગે વ્યકત કર્યો.

Tags :
Chief Ministergujaratgujarat newsJapanese delegation
Advertisement
Next Article
Advertisement