For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

04:20 PM Aug 24, 2024 IST | Bhumika
અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
Advertisement

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

ટ્રેન નંબર09463/09464 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ)
ટ્રેન નંબર 09463 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 26ઓગસ્ટ 2024(સોમવાર)ના રોજ અમદાવાદથી 17.10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે 03.10 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09464 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 27ઓગસ્ટ 2024 (મંગળવાર)ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.

Advertisement

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 3 સ્લીપર ક્લાસના કોચ અને 10 જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09463/09464નું બુકિંગ તારીખ 24.08.2024થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry. indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement