રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જન્માષ્ટમી નિમિત્તે લોકડાયરા, મટકી ફોડના કાર્યક્રમોની હારમાળા

04:29 PM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મટકી ફોડ ર્સ્પધા માટે મનપા દ્વારા તા.21થી 23 સુધી ફોર્મ વિતરણ કરાશે

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા મહાનગરપાલિકાએ શહેરીજનો માટે લોકડાયરા તેમજ મટકી ફોડ સહિતના કાર્યક્રમોનો આયોજન ર્ક્યુ છે. રાજકોટ મહાનગરપાલિકા દરેક ઉત્ત્સાહવોમાં શહેરીજનોની સાથે હોય જ છે. આથી આ વખતે પણ લોકોના આંનદમાં સહભાગી થવા અને રજાઓ દરમિયાના લોકોના મનોરંજન માટે આ વખતે પણ જન્માષ્ટમીમાં સખત ત્રણ દિવસ હાસ્ય કલાકાર, ભજનિક કલાકાર અને ખાસ કરીને યુવા વર્ગનો ઉત્ત્સાહ વધારે તે પ્રકારની મટકીફોડ સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી તહેવારના અનુસંધાને તા.26/08/2024ના રોજ રાજકોટ શહેરની મટકી ફોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર 1થી 5 વિજેતાઓને રોકડ પુરષ્કાર આપવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં તા.24/08/2024 થી તા.28/08/2024 સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત (1) તા.24/08/2024, શનિવારના રોજ હર હર મહાદેવ શિવ આરાધના કાર્યક્રમ પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (2)તા.25/08/2024ના રોજ લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા લોકડાયરો પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે. તેમજ (3) તા.26/08/2024ના રોજ રાજકોટ શહેરની મટકી ફોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર 1થી 5 વિજેતાઓને રોકડ પુરષ્કાર આપવામાં આવશે. મટકી ફોડ કાર્યક્રમ માટે તા.21/08/2024થી 23/08/2024 સવારે 11થી સાંજે 6 કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર અને ઓફલાઇન તમામ વોર્ડ
ઓફીસ તેમજ સાંસ્કૃતીક વિભાગ, સેંટ્રલ ઝોન ખાતે વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મટકી સ્પર્ધામાં ભાગ લેવા યુવાવર્ગને તંત્રનો અનુરોધ
મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના ત્ત્યોહાર દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ વખત શહેરના યુવા વર્ગમાટે મટકી ફોડ સ્પાર્ધ યોજવામાં આવી છે. જેના માટે અલગ-અલગ મંડળો તેમજ વ્યક્તિગત લોકો સ્પર્ધામાં ભાગ લઇ શકે તે માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે. તેવી જ રીતે મટકી ફોડ સ્પર્ધાના 1થા 5 વીજેતાઓને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. આથી મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવા વર્ગને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsJanmashtami celebrationsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement