જામ્યુકોએ યુદ્ધના ધોરણે ભ્રષ્ટાચારરૂપી ભેલાણ છુપાવ્યું
કમિશનરના આદેશ હેઠળ, ચીફ સિટી એન્જિનિયર, સહિતના અધિકારીઓ રસ્તાઓની મરામતમાં જોડાયા છે
મોટા ખાડાઓને ભરવા માટે વેટ મિક્સ, મેટલિંગ, મોરમ અને ગ્રીટ સપ્લાયનો ઉપયોગ કરીને કામગીરી હાથ ધરવામાં આવી
જામનગરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને મોટા ખાડા પડી ગયા હતા. ગુજરાત મિરરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ સમસ્યાને ગંભીરતાથી ઉઠાવવામાં આવી હતી. આ અહેવાલને ધ્યાનમાં રાખીને, જામનગર મહાનગરપાલિકાએ રસ્તાઓની મરામતનું કામ યુદ્ધના ધોરણે શરૂૂ કર્યું છે. મહાનગર પાલિકાના કમિશનરના આદેશ અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ, સીટી એન્જિનિયર, ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ રસ્તાઓની મરામતમાં જોડાયા છે. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા અને સિવિલ શાખા દ્વારા શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને ભરવા માટે વેટ મિક્સ, મેટલીંગ, મોરમ અને ગ્રીટ સપ્લાયનો ઉપયોગ કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાંડિયા હનુમાન મંદિર થી લઇ પૂનમબેન માડમ ના બંગલો થી સત્યમ હોટેલ સુધી (વાલ્કેસ્વરી રોડ) વેટ મિક્સ થી ખાડા રિપેરિંગ કરવામાં આવેલ છે.,
જોગસ પાર્ક થી પટેલ કોલોની પી એન માર્ગ સુધી ના રસ્તા ઉપર તમામ ખાડાઓનું ઈમલ્સન કોન્ક્રીટ તેમજ વેટમિક્ષ પદ્ધતિથી રિપેરિંગ કરવમાં આવેલ છે. સુમેરક્લબરોડ થી લક્ષ્મી ફરસાણ, જોલી બંગલો ભગવતી હોસ્પિટલ થી રોજી પેટ્રોલ પંપ (હીરજી મિસ્ત્રી રોડ) સુધી ના રસ્તા ઉપર તમામ ખાડાઓ નું વેટમિક્ષ પદ્ધતિથી રિપેરિંગ કરવામાં આવેલ છે. સત્યમ કોલોની મેઈન રોડ પરના તમામ ખાડાઓ નું વેટમિક્ષ પદ્ધતિથી થી રિપેરિંગ કરવામાં આવેલ છે. સમર્પણ સર્કલ થી નાઘેડી બયપાસ પર ના તમામ ખાડાઓનું વેટમિક્ષ પદ્ધતિથી થી રિપેરિંગ કરવામાં આવેલ છે. સાત રસ્તા થી અંબર સર્કલ થઇ સુભાષબ્રીજ સુધીના તમામ ખાડાઓનું વેટમિક્ષ પદ્ધતિથી થી રિપેરિંગ કરવામાં આવેલ છે. રસ્તાઓ પર ખાડાઓ ભરવાનું કામ 24 કલાક ચાલુ રાખવામાં આવ્યું છે. મહાનગર પાલિકાના આ પ્રયાસથી શહેરના નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેકોર્પોરેશન દ્વારા તબળતોબ ભ્રસ્ટાચારરૂૂપી ગાબડાઓનુ ભેલાણ છુપાવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.