જામનગર સ્ટેન્ડિંગ દ્વારા 190 કરોડના કામોને મંજૂરી
જામનગર માંહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામ માટે કુલ રૂૂ. 190 કરોડ 60 લાખ ના ખર્ચો ને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાર્બેજ કલેકશન ના કામ માટે ફરી થી ટેન્ડર મંગાવવા માટે અધ્યક્ષ સ્થાને થી દરખાસ્ત રજૂ થતાં તેને મંજૂર કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 9 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશ્નર (વ.) ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના જુદા-જુદા વોર્ડ માં શ્વાનો નું ખસીકરણ (વ્યંધીકરણ) તથા રસીકરણ કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 409 લાખ નું ખર્ચ , ઈન્દીરા માર્ગ મહાલક્ષ્મી બંગ્લો થી નાઘેડી બાયપાસ થઈ પ્રણામી ટાઉનશીપ - 5 હોટલ કીચનએજ સુધી ની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ લાઈન બનાવવાના કામ અંગે રૂૂા. 677.53 લાખ મંજુર કરાયા છે.
એરફોર્સ -2 થી દિગ્જામ સર્કલ વાયા ઋષિબંગ્લો, સત્યમ કોલોની અન્ડર બિજ, 1404 આવાસ, શિવમ પાર્ક, દિજામ સર્કલ ક્રોસીંગ સુધીની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂૂા. 1583.88 લાખ , વર્ષ 2025-26 દરમ્યાન વોર્ડ નં. 1 થી 8 માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવાના કામ અંગે રૂૂા. 17.50 લાખ અને વોર્ડ નં. 9 થી 16 માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવાના કામ અંગે પણ રૂૂા. 17.50 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 15) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 18 લાખ , વોર્ડ નં. 16, મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામના છેડા સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 37.03 લાખ, પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સંપ - 2 તથા શંકર ટેકરી ઇ એસ આર મા સોલાર રૂૂફ ટોપ ફોટો વોલ્ટેઈક પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલેશન વર્ક (પાંચ વર્ષ મેઈન્ટેનન્સ સહિત) અંગે રૂૂા. 386.24 લાખ , શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર નું ત્રણ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામ અંગે રૂૂા. 247.84 લાખ , જામનગર શહેરના સમર્પણ સર્કલ જંકશન પર ફલાયઓવર બ્રીજ બનાવવાના કામ અન્વયે રૂૂા. 5257.51 લાખ (ફોર લેન).અને જામનગર શહેર ના ઠેબા બાયપાસ જંક્શન પર સિકસ લેન ફ્લાયઓવર બ્રીજ બનાવવાના કામ અંગે રૂૂા. 8912.06 લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરના ઢીચડા રીંગ રોડ પર મયુર વાટિકા સામે રે. સ. નં. 175 વાળી જગ્યામાં શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (યુ.સી.એચ.સી.) બનાવવાના કામ માટે રૂૂા. 118.94 લાખ , ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઓલ ફાઉન્ટેન્સ ઓફ રણમલ લેઇક એન્ડ ઇટ્સ સરાઉન્ડીંગ ત્રણ વર્ષ માટે રૂૂા. 7.66 લાખ , રણમલ લેઈક ગેઈટ નં. 9 થી ન્યુ સ્કુલ સુધીની જુની ડેમેજ થયેલ કેનાલને ડીમોલીશન કરી રીક્ધસ્ટ્રકશન કરવાના કામ અંગે રૂૂા. 188.22 લાખ નો ખર્ચ માન્ય રાખવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી.જેમાં જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફ્ટ આધારીત ગાર્બેજ કલેક્શનનું કામ , રીયુઝ ટ્રાન્સફર સ્ટેશનનું કેપીટલ કોસ્ટ તથા ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનું કામ , એમ.આર.એફ. ના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-1) (વોર્ડ નં. 1 થી 8) તથા ઝોન-2 (વોર્ડ નં. 9 થી 16) ની. દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. આમ આજ ની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામો માટે કુલ રૂૂા. 190 કરોડ 20 લાખ ને બહાલી આપવામાં આવી હતી.