રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જુગારના વધુ 3 દરોડામાં 3 મહિલા સહિત 13 ઝડપાયા

12:39 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રોકડ સહિત રૂા.8300નો મુદ્દામાલ જપ્ત

જામનગર શહેરમાં ગઈકાલે જુદા જુદા વિસ્તારોમાં પોલીસે જુગાર અંગેના વધુ ત્રણ દરોડાઓ પાડયા હતા. જેમાં ત્રણ મહિલા સહિત કુલ 13 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી 40 હજાર ઉપરાંતની રોકડ મતા સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગરના ગોકુલનગર, મારૂૂતિનગર શેરી નંબર 3માં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ દેવાયત પે્રમજી વાઘેલા, કમલેશ નરશીભાઈ પરમાર, ભીમાભાઈ હરિશભાઈ ગોજિયા, હેમતસિંહ છત્રસિંહ જેઠવા, જયાબેન મારખીભાઈ ગોજિયા, શાંતિબેન અશોકભાઈ સોલંકી અને વિજયાબા હેમતસિંહ જેઠવા સહિત સાત જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. ર8,300 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત શહેરના મોમાઈનગર વિસ્તારમાં આવેલ મન્છા માતાજીના મંદિર પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ અરજણ હરસુરભાઈ ઘોડા, રાજેશ ભોજાભાઈ નકુમ અને જશકરણ અરજણભાઈ ઘોડા નામના ત્રણ વ્યકિતને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 4180 કબ્જે કર્યા છે. જ્યારે જામનગર નજીકના મોરકંડા ધાર પાસે આવેલ એક હોટલની પાછળ તીનપતી નામનો જુગાર રમી રહેલ જીવાભાઈ હરસુરભાઈ ઘોડા, માલજી ભીખાભાઈ રવશી અને શાબાભાઈ નારણભાઈ સુમેર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 8300 કબ્જે કર્યા હતા.

Advertisement
Next Article
Advertisement