મોરબી બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને મળ્યાં જામીન, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે.સંભવિત 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઝુલતા પુલના સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની હસ્તક હતી અને સમારકામ વિના જ થીગડાં મારી બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો, જેને લઈ બ્રિજ તુટતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મોરબી મોરબી ઝુલતો પૂલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે. વિગતો મુજબ મોરબીના ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. આ દરમિયાન ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી બ્રિજ હોનારત બાદ SITના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાનો ખુલાસો થયો હતો. જે બાદમાં જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.
શું હતી દુર્ઘટના?
મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.