રાજપૂત સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ઇતિહાસ રજૂ કરતા જયરાજસિંહ પરમારનો દાવ લેવાઇ ગયો
ગાંધીનગરના માણસા ખાતે યોજાયેલા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજનો ઇતિહાસ રજૂ કરતા જ વિવાદ સર્જાયો હતો અને માણસાના રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાહોલે સ્ટેજ ઉપર જ જયરાજસિંહ પરમારને બોલતા અટકાવી રાજપૂત સમાજનો ખોટો ઇતિહાસ રજૂ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપતા કાર્યક્રમમાં સોપો પડી ગયો હતો.
યોગરાજસિંહ રાઓલે કાર્યક્રમમાં હાજર રહેલા રાજપૂત સમાજના લોકો સમક્ષ જણાવ્યું, ખોટી માહિતી ન આપો. તમે રાજપૂતોનો ઇતિહાસ ખોટો રજૂ ન કરો. તેમણે જયરાજસિંહ પરમારના નિવેદનોને સમાજની અસ્મિતા અને ગૌરવ સામે અપમાનજનક ગણાવ્યા અને કડક ભાષામાં તેમની ટીકા કરી. યોગરાજસિંહે ભારપૂર્વક જણાવ્યું કે રાજપૂત સમાજની વીરતા અને બલિદાનનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે અને તેની સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં. જ્યારે જયરાજસિંહ પરમાર સ્ટેજ ઉપર ઉભા રહીને પોતાના સમાજ વિશે વાત કરી રહ્યાં હતા. તે સમયે જ તેમની વાતને વચ્ચે રોકીને જ તેમને ખોટો ઇતિહાસ રજૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન જયરાજ સિંહ કહેતા રહ્યાં હતા કે, મારી પણ થોડી વાત સાંભળી લો.. જયરાજ સિંહે કહ્યું હતુ કે, બ્રાહ્મણ, ક્ષેત્રિય અને વૈશ્ય અને શૂદ્રોમાં આપણાભાગે માત્ર લડાઈ હતી.આ ઘટનાએ માણસા અને ગાંધીનગર જિલ્લામાં રાજપૂત સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. જયરાજસિંહ પરમાર, જેઓ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હતા અને હવે ભાજપ સાથે જોડાયેલા છે, તેમના નિવેદનોને રાજપૂત સમાજે અપમાનજનક ગણાવ્યા છે. આ ઘટના ખાસ કરીને રાજકીય રીતે સંવેદનશીલ બની છે,