For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બનાસકાંઠાના ભાભરમાં બે શખ્સો દ્વારા જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ

04:24 PM Aug 20, 2024 IST | admin
બનાસકાંઠાના ભાભરમાં બે શખ્સો દ્વારા જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ

બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટયા, લોકોમાં ભારે રોષ

Advertisement

બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ખરેખર ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, આપણે વાત કરીએ છે મહિલા સુરક્ષાની ત્યારે આવી ઘટનાઓ સમાજની માનસિકતાને છત્તી કરે છે.હજી તો કોલકાતામાં ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈને ઠેર ઠેર ભારતમાં વિરોધ ચાલુ જ છે તેના વચ્ચે આવા સમાચાર સામે આવી રહ્યા છે.બનાસકાંઠાના ભાભરમાંથી આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વી કામ અર્થે બહાર નીકળ્યા હતા ત્યારે બે લોકોએ તેમની છેડતીનો પ્રયાસ કર્યો હતો.સાધ્વીએ પોતાનો બચાવ કરવા માટે બૂમાબૂમ કરી હતી, જેના બાદ આ છેડતી કરનાર નરાધમો ભાગી છૂટયા હતા.આ ઘટનાને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત જૈન સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના લોકો આ વાતનો સખત વિરોધ કરી રહ્યા છે.

જૈન સાધ્વી સાથે બનેલી આ ઘટનાને લઈને આચાર્ય વિજય સોમસુંદરસુરીજીએ ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આરોપીઓની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.પોલીસના અધિકારી સહીત ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement