ગીરનારની સીડીના પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવા જૈન સમાજને આદેશ
રાજ્ય સરકારે નિર્ણય કર્યો: સનાતન ધર્મના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગિરનાર પર્વત પર દીગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુની વિધી કરવા મામલે સરકારે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. જે મુજબ ગિરનારની સીડીનાં પહેલા પગથિયે વિધિ કરવાની રહેશે. દીગંબર જૈન સમાજને રાજ્ય સરકારનાં આદેશનું પાલન કરવા કહેવાયું છે. ત્યારે જૈન સમાજ દ્વારા પણ પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધી કરવા નિર્ણય કરાયો છે.
માહિતી અનુસાર, ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. દીગંબર જૈન સમાજને ગિરનારની સીડીનાં પહેલા પગથિયે વિધિ કરવા સરકારે આદેશ કર્યો છે. આથી, દીગંબર જૈન સમાજ પહેલાં પગથિયા પર લાડુ નિર્વાણ વિધિ કરશે. જણાવી દઈએ કે, દર વર્ષે 2 જુલાઈનાં રોજ દિગંબર જૈન સમાજ આ વિધિ કરે છે. દિગંબર જૈન સમાજ દત ટૂંકને નૈમીનાથ ભગવાનનું નિર્વાણ સ્થાન માને છે.
જો કે, સનાતન ધર્મ દ્વારા આ વિધીનો વિરોધ કરવામાં આવ્યો છે. જો કે, હાલ આ મેટર કોર્ટેમાં પેન્ડિંગ છે. માહિતી મુજબ, હાલ ગિરનાર પર્વત પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગિરનાર પર્વત પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉુજઙ કક્ષાના અધિકારીઓ આ બંદોબસ્તમાં તૈનાત છે. જૈન સમાજ સરકારનાં આદેશનું પાલન કરશે તેમ જણાવ્યું છે.