રક્ષાબંધને લીધેલા પેંડામાંથી ફૂગ નીકળતા જય સિયારામ પેંડા સીલ
ગ્રાહકની ફરિયાદ બાદ એએમસીની આકરી કાર્યવાહી
આજકાલ ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવાત અને ફૂગ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઇકાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં રક્ષાબંધનના તહેવાર પર ઘરે લાવવામાં આવેલા પેંડા ફૂગવાળા નીકળ્યા હતા. જેને લઇ ગ્રાહકે ફરિયાદ કરતાં આજે એએમસીએ જય સિયારામ પેંડા એકમ સીલ કર્યું છે.
અમદાવાદમાં લાડુ બાદ પેંડામાં ફુગ હોવાની ઘટના સામે આવી હતી. પાલડીના એક પરિવારને કડવો અનુભવ થયો હતો. શહેરના જાણીતા રાજકોટ જય સિયારામ પૈડાંમાં ફુગ નીકળી હતી.
મહિલા દ્વારા રક્ષાબંધન નિમિત્તે ત્રણ કિલો પૈડાંનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે પેંડામાં ફુગ નિકળતા ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ઓનલાઇન ફરિયાદ કરી હતી. જેના પગલે જય સિયારામ પેંડાની દુકાન સીલ કરવામાં આવી છે. આજે એએમસીએ જય સિયારામ પેંડા એકમ સીલ કર્યું છે.
આ અંગે ગ્રાહક મહિલાએ જણાવ્યું હતું કે, 17મી તારીખે શનિવારે સવારે સાડા દસ વાગ્યે જય સિયારામની પાલડી બ્રાન્ચમાંથી ત્રણ કિલો પેંડાના છ પેકેટ લીધા હતા. 19મી તારીખે રક્ષાબંધનના દિવસે સવારે 10 વાગ્યે પેકેટ ખોલતાં બધા પેકેટમાં ફૂગ જોવા મળી હતી.