For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જય શ્રીરામ, અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે રથયાત્રા

04:10 PM Dec 20, 2023 IST | Sejal barot
જય શ્રીરામ  અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે રથયાત્રા

અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રા યોજાશે. 1400 કિલોમીટરની આ રથયાત્રા 14 શહેરમાંથી પસાર થઈને 20મીએ અયોધ્યા પહોંચનાર છે ત્યારે 8મી જાન્યુઆરીએ આ રથયાત્રાનું અમદાવાદથી પ્રસ્થાન થશે. જે માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. રામલલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં આ રથયાત્રા અયોધ્યા પહોંચશે.
અમદાવાદના ન્યુ રાણીપના રામચરિત માનસ ટ્રસ્ટ દ્રારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1990ના દાયકાની જે 8 જાન્યુઆરીએ ગુજરાતથી રામનગરી જવા માટે રથયાત્રા નીકળશે જેની માટે રથના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ રથ 20 ફુટ લાંબો અને 8 ફુટ પહોળો કરવામાં આવશે. રથની આગળ 6 ફૂટની હનુમાનજીની પ્રતિમા રહેશે. જ્યારે રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકવામાં આવશે.
હાલમાં આશરે 10થી વધુ કારીગરો આ રથને તૈયાર કરી રહ્યા છે. જેનો અંદાજિત ખર્ચ 51 લાખ રૂૂપિયા છે. આ અંગે રામચરિત માનસ ટ્રસ્ટના રામચરણ મિશ્રાએ જણાવ્યું કે 33 વર્ષ બાદ અયોધ્યા સુધી યાત્રાનું આયોજન કરાવમાં આવ્યું છે. જેમાં કુલ 1008 જેટલાં લોકો જોડાશે. આશરે 50 કરોડનું દાન પણ આ યાત્રામાં એકત્રિત કરવામાં આવશે. આ રથયાત્રાની વિશેષતા એ છે કે રથમાં 24 કલાક સુધી અખંડ રામધૂન થશે. એક જ રથમાં 15 જેટલાં બ્રાહ્મણ દ્રારા આ ધૂન કરવામાં આવશે. જેમાં યાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.
અમદાવાદમાં આયોજિત આ રથયાત્રાના સમારોહ માટે લગભગ 4000 સંતો અને 2200 અન્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે છ દર્શન પ્રાચીન પાઠશાળાઓના શંકરાચાર્ય અને લગભગ 150 ઋષિ-મુનિઓ પણ અભિષેક સમારોહમાં ભાગ લેશે. ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામમંદિરને રથ અર્પણ કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement