જગદીશ પંચાલ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલેનું નામ ફાઈનલ થયું છે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે. તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. એક જ ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનગડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ) હાલ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલ મતવિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે. તેઓના પાસે હાલમાં કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મહત્વપૂર્ણ હવાલાઓ છે.