For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશે

01:40 PM Jun 20, 2025 IST | Bhumika
અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશે

સાદગીથી યાત્રા કાઢવાની વાત ફગાવતા મંદિરના ટ્રસ્ટી

Advertisement

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. ભગવાનની યાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળવાની વાતમાં તથ્ય નથી. દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી,જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતુ કે દર વર્ષની જેમ પરંપરાગત રૂૂટ ભવ્ય રીતે રથયાત્રા નીકળશે. રથયાત્રા કોઈ મનોરંજનની યાત્રા નથી. રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાના આયોજન અંગે બેઠક કરી છે. મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે મુજબ તૈયારીઓ કરવામાં આવી છે.

Advertisement

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે 22, મેના રોજ ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન કરી શકાશે. વધુ હરિભક્તો મામેરાના દર્શન કરી શકે તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. 22, મે સવારે 11 થી સાંજના આઠ વાગ્યા સુધી મામેરાના દર્શનનો હરિભક્તો લાભ લઇ શકશે. દર વર્ષે મામેરા દર્શન બપોરના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવતો હતો. ભગવાન જગન્નાથજીના મોસાળમાં રંગે ચંગે ભાણેજનું મામેરુ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement