વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર
04:00 PM Jun 24, 2025 IST | Bhumika
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રા પહેલાંની તૈયારીઓના ભાગરૂૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગીન રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે. મંદિરના પ્રાંગણમાં દીવાલોને રોશની થી મઢી દેવામાં આવી છે. તેની સાથે ગૌમાતા અને વાછરડાની આકૃતિ લાઈટથી પણ ઉપસાવવામાં આવી છે. મંદિરની મુખ્ય દિવાલ ઉપર કલરફુલ રોશની થી જય રણછોડ માખણ ચોર અને 148 મી રથયાત્રામાં સૌને આવકારતો સંદેશ પણ મૂકવામાં આવ્યો છે. મુખ્ય મંદિરના ઘુમ્મટ ઉપર પણ કલરફુલ રોશની કરવામાં આવી છે. જેમાં ધ્વજ દંડની બાજુમાં ડિઝાઇનર રોશની અને ભગવાનના મુખની નયન રમ્ય પ્રતિકૃતિ રાખવામાં આવી છે. ભગવાનનું લાખેણું મામેરું પણ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું છે.
Advertisement
Advertisement