ચૂંટણી ફંડના નામે કાળાંધોળાં કરતી પાર્ટીઓ પર ITની વોચ
- અમદાવાદમાં કાર્યરત કાર્યાલયોની વિગતો મેળવી લેવાઇ, ચૂંટણી પૂર્વે મળતા ફંડ ઉપર ખાસ નજર
દિવાળી પહેલાથી જ ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા તેવી જ રીતે ચૂંટણી પૂર્વે કરોડો રૂૂપિયાના ફન્ડિંગની આપ-લે પર વિભાગ દ્વારા ધ્યાન કેન્દ્રીત કરીને ચોક્કસ રાજકીય પાર્ટીઓ પર વોચ વધારી દેવામાં આવી છે. બે વર્ષ પહેલા જ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસ રાજકીય પાર્ટીઓની આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.
એટલું જ નહીં, ડિપાર્ટમેન્ટ દ્વારા એકસોથી વધુ રાજકીય પાર્ટીઓની વિગતો એકત્રિત કરવામાં આવી હતી, જેમને મોટા પ્રમાણમાં ફંડ મળ્યું હતું.ટેક્સ બચાવવા માટે લોકો જાત જાતની કારીગરી કરતા હોય છે. તેને ટેક્સ ક્ધસલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા રસ્તા બતાવવામાં આવતા હોય છે. ચૂંટણી ટાણે રાષ્ટ્રીય પાર્ટીઓેને બાદ કરતાં ચોક્કસ રાજકીય પક્ષો દ્વારા માત્ર બ્લેકના વ્હાઇટ કરી આપવા માટે ફંન્ડ લેવામાં આવતું હોય છે. જેને પગલે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ટેક્સના ભરવાના થતા લાખો રૂૂપિયા બચાવવા માટે વ્હાઇટમાં પાર્ટી ફંન્ડિંગ કરી દેતા હોય છે અને પાર્ટીના સંચાલકો દ્વારા ચોક્કસ કમિશન લઇને તેમને બાકીના રૂૂપિયા બ્લેકમાં પરત કરી દેવામાં આવતા હોય છે.
અમદાવાદમાં કાર્યરત આવી ઘણી રાજકીય પાર્ટીઓની ઓફિસો તથા ઠેકાણાની વિગતો ડિપાર્ટમેન્ટને હાથ લાગી ગઇ હતી. જેને કારણે અધિકારીઓએ તેની આર્થિક ગતિવિધિઓ પર વોચ રાખવાનું શરૂૂ કરી દીધું હતું. જેમાં પૂર્વ અમદાવાદના એક યુવકની રાજકીય પાર્ટી અતિ ધનિક પણ બની ગઇ હતી. હવે પાર્ટીફંડમાં વ્હાઇટ રૂૂપિયા આપીને
બ્લેકમાં પરત લેવાની કારીગરીથી કરોડો રૂૂપિયાનો ટેક્સ બચાવી લેવામાં આવતો હોય છે. સાથે સાથે રાજકીય પાર્ટીઓ સાથેના સંબંધો પણ મજબૂત બનતા હોય છે.અમદાવાદ ઇનકમ ટેક્સના અધિકારીઓએ બે વર્ષ પહેલા આવી એકસોથી વધુ રાજકીય પાર્ટીઓની તમામ વિગતો એકત્રિત કરી તેની તપાસ શરૂૂ કરી હતી. ચાલુ વર્ષે પણ દેશમાં ચૂંટણીના પડઘમ શરૂૂ થઇ ગયા છે ત્યારે ફરી એક વખત રાજકીય પાર્ટીઓમાં ફંન્ડિંગ થવા લાગ્યું છે. જેને પગલે આયકર વિભાગની ટીમ એક્ટિવ બની ગઇ છે.
અમદાવાદમાં ભાડાની દુકાનોમાં અનેક પાર્ટીઓના કાર્યાલયો
ગુજરાતમાં અસ્તિત્વમાં ન હોય અને અન્ય રાજ્યોમાં નોંધાયેલી હોય તેવી અનેક રાજકીય પાર્ટીઓ અમદાવાદમાં દુકાનોમાં કાર્યાલયો ખોલી ચૂંટણીફંડના નામે કાળા-ધોળા કરતી હોવાનું ઈન્કમટેકસના ધ્યાનમાં આવ્યું છે. આ પાર્ટીઓમાં ભેદી રીતે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ જમા થયું છે. તંત્રને શંકા છે કે, ચેકથી ફંડ સ્વીકાર્યા બાદ અમુક ટકા રકમ કાપી રોકડ રકમ પરત કરવાનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે.