હેલ્મેટની અમલવારી શહેરમાં કરાશે તો જોવા જેવી થશે: આમઆદમી પાર્ટીની ચિમકી
રાજકોટમાં આગામી દિવસોમાં હેલ્મેટનો કાયદો ફરજિયતા લાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાયદાની અમલવારી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા સવિનય કાનુન ભંગ સહિતના કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી પોલીસ કમિશનરે પાઠવેલ આવેદનમાં ઉચ્ચારવામાં આવી છે.
કાયદો લોકોની સુખાકારી માટે હોય પરંતુ હેલ્મેટનો કાળો કાયદો લોકોને અનેક મુશ્કેલીમાં મુકે તેવો છે. આથી હેલ્મેટનો કાળો કાયદો ફરજીયાત બનાવવો વ્યાજબી નથી સામાન્ય મજુર વર્ગ દિવસ દરમિયાન કાળી મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે તેની પાસેથી હેલ્મેટ ન પહેરવાના કારણે દંડ વસુલ કરવાની પોલીસની નિતિ યોગ્ય નથી.
હેલ્મેટ પહેરી હોવા છતાં અનેક બાઇક ચાલકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. શહેરી વિસ્તારમાં બાઇક 30થી વધુ સ્પીડે ચલાવી શકાય તેવી સ્થિતી નથી આટલી ઓછી સ્પ્રીડ હોય તો બાઇક ચાલકને હેલ્મેટ પહેરવાની જરૂૂર નથી પરંતુ ભારે વાહનને શહેરમાં પ્રવેશ કરતા અટકાવવાની જરૂૂર છે. યોગ્ય પાર્કીંગ અને ટ્રાફિક નિયમન ન થવાના કારણે જ શહેરના તમામ ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની છે. આમ છતાં તેના ઉકેલ લાવવાના બદલે હેલ્મેટના કાયદાને મહત્વ આપવા પાછળ ભાજપ સરકારની તિજોરી ભરવાનો ઉદેશ હોય તેવું જણાય રહ્યું છે.
જે કાયદો લોકોને મુશ્કેલી થતી હોય તે કાયદાને માન ન આપવું જોઇએ તે સર્વવિદીત છે. સવિનય કાનૂન ભંગની લડત સમયે પણ મહાત્મા ગાંધી દ્વારા જાહેર કરાયું હતું. તેમ અમો આમ આદમી પાર્ટી પણ લોકોને અન્યાયી અને મુશ્કેલી સમાન હેલ્મેટના કાયદાને માન નહી આપી અને હેલ્મેટના કાયદાનો બહિસ્કાર કરીએ છીએ
શહેરના તમામ ચોકમાં ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજીંદી હોવા છતાં ટ્રાફિક પોલીસના જવાબદાર પોલીસ સ્ટાફ હાઇવે પર દંડ વસુલી કરે છે અને જયાં ખરેખર ટ્રાફિક પોલીસની જરૂૂર છે ત્યાં ટ્રાફિક બ્રિગેડથી કામ ચલાવવામાં આવે છે. ટ્રાફિક જામ થાય છે તેવા તમામ ચોકમાં ટ્રાફિકના પોલીસ સ્ટાફને ફરજ પર નિયુકત કરવા અને તમામ ચોકમાં ડાબી સાઇડમાંથી વાહન સરળતાથી પસાર થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા આમ પાર્ટી દ્વારા માગ કરવામાં આવે છે.