ઉનાના વાંસોજ ગામે વૃધ્ધની હત્યા પરિવારે જ કર્યાનો ઘટસ્ફોટ
ઘરની મહિલાઓને ત્રાસ આપતા પુત્રવધૂ, પૌત્ર સહિતના એ વૃધ્ધને પકડી તીક્ષ્ાણ હથિયાર ઝીંકી દીધું હતું: પાંચ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામે ગઈ તા.1ના રોજ વૃદ્ધ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનભાઈ શિયાળ(ઉ.વ.60)ની હત્યા થઈ હોવાની સામે આવ્યું હતું. અત્યારે આ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, મૃતકના પરિવારજનો એ જ હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ત્રણ મહિલા સહિત પાંચની ધરપકડ કરી લેવામાં આવ્યું છે. ગીર સોમનાથ ઉના તાલુકાના વાસોજ ગામે થોડા દિવસ પહેલા મસરી ઘેલા શિયાળ નામના વૃદ્ધ મસરીભાઈની રાત્રિના સમયે ખાટલામાં જ કોઈ એ તીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી હ
તી.વધુ વિગતો મુજબ,આ સમગ્ર મામલે નવાબંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે સર્કલ પીઆઇ એ.પી.પટેલ,એસઓજી પીઆઇ એ.બી.જાડેજા,પીઆઇ એ.બી.વોરા અને નવીબંદર પોલીસના પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.પોલિસનાં જણાવ્યા મુજબ,આ સાથે સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં તેઓના કૌટુંબિક મંજુબેન રામભાઈ ઘેલાભાઈ શિયાળ,જમનાબેન ભરતભાઈ શિયાળ,ગીતાબેન વિજયભાઈ વાજા, જયદીપ રામભાઈ શિયાળ અને રણછોડ મસરીભાઈ શિયાળને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક કુટુંબી મહિલાઓને રંજાડતા હતા અને સાથે સાથે શારીરિક ત્રાસ પણ આપતા હતા.જેથી પરિવારે વૃદ્ધ મસરીભાઈની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.આખરે પોતાનો પરિવાર વૃદ્ધના મોતનું કારણ બન્યો છે.પોલીસે અત્યારે એ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.આ સાથે અત્યારે પોલીસે તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.