ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકીય ફન્ડિંગના નામે કાળા-ધોળા કરનારાઓ ઉપર ITની તવાઇ

03:03 PM Nov 12, 2025 IST | admin
Advertisement

ભૂતિયા પક્ષોને ફંડ આપી રોકડી કરવાના મામલે રાજકોટ-ઉપલેટા-ધોરાજી-અમદાવાદ- ગાંધીનગર-સુરત સહિતના સ્થળે સર્ચ ઓપરેશન

Advertisement

ટેકસથી બચવા અનેક સરકારી બાબુઓએ પણ ફન્ડિંગ કર્યાનું ખુલ્યું, ચેતવણી આપવા છતા ટેકસ નહીં ભરતા ઝપટે ચડ્યા

રાજકોટ અને સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં આજે સવારથી આવકવેરા વિભાગ દ્વારા રાજયવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભૂતિયા રાજકીય પક્ષોને દાનના નામે ખોટી રીતે ટેક્ષમાં છૂટ લેવા મામલ આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આવકવેરા વિભાગ ગુજરાતભરમાં અલગ અલગ 200થી વધુ સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. ટેક્ષથી બચવા માટે ભૂતિયા રાજકીય પક્ષોને ફંડ આપી કળા ધોળા કરનારમાં અનેક સરકારી બાબુઓ પણ ઇન્કમટેક્ષ વિભાગના ઝપટે ચડ્યા છે. ગુજરાતભરમાં આજે સવારથી ઇન્કમટેક્ષ વિભાગના 500થી વધુ અધિકારીઓ સહીતના સ્ટાફે રાજકોટ,ઉપલેટા,ધોરાજી તેમજ અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોય ભૂતિયા રાજકોય પક્ષોને ફંડ આપનારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભારતીય નેશનલ જનતા દળ નામના પક્ષમાં મોટા પાયે ફંડીંગ થયું હોવાની વિગતો બહાર આવતા આ પાર્ટીના સ્થાપકના ગાંધીનગર સ્થિત ઓફિસ, ઘર સહિતના સ્થળોએ ઈન્કમટેકસ ત્રાટકયું છે.

ઇન્કમટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમટેક્ષ વિભાગને ગુપ્ત માહિતી મળી હતી કે, અમુક મધ્યસ્થીઓ દ્વારા ઇન્કમટેક્ષના 80GGC નિયમનો દુરપયોગ કરી, ખોટા બિલો રજુ કરી ટેક્ષમાં મોટા પાયે છૂટ લેવામાં આવી રહી છે. આ કરચોરો રાજકીય પક્ષોને દાન આપવાના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરી ટેક્ષમાં છૂટ લેતા હતા. ઇન્કમટેક્ષ વિભાગની કલમ 80GGC કરદાતાઓને રાજકીય પક્ષોને આપવામાં આવેલ દાન પર ટેક્ષમાં છૂટ આપે છે.
ભૂતિયા રાજકીય પક્ષોને દાન આપી ખોટા બિલો બતાવી ટેક્ષમાં છૂટ લેવામાં આવી રહી હતી. આ વચેટિયાઓ બનાવટી બિલો અને દસ્તાવેજો પર 5 થી 10% સુધીનું કમિશન મેળવતા હતા. ઇન્કમટેક્ષ વિભાગને આ અંગે માહિતી મળ્યા બાદ હાલ આ મામલે આવકવેરા વિભાગે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું છે, જેમાં ગુજરાતમાં અલગ અલગ 200થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ઇન્કમટેક્ષ વિભાગનું આ લીડ ઓપરેશન છે જેમાં રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સહીતની ટીમ જોડાઈ છે. રાજકોટ ઉપરાંત ઉપલેટા અને ધોરાજીમાં 50 થી વધુ સ્થળે ઇન્કમટેક્ષની ટીમે દરોડા પડ્યા છે જેમાં અનેક સરકારી બાબુઓ પણ ઝપટે ચડ્યા છે. સરકારી બાબુએ તેમના ઇન્કમટેક્ષ રિટર્ન ભરતી વખતે ભૂતિયા રાજકીય પક્ષોને દાન આપી બેફામ ક્લેઇમ મૂકીને ટેક્સ બચાવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. જે ડોનેશનમાં 100 ટકા કરમુક્તિ છે તેમાં પણ બોગસ ડોનેશન બતાવતા હતા. આવા બોગસ અને ખોટા ક્લેઇમનો આંકડો કરોડોને પાર જઇ શકે એમ છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીની તપાસમાં આવા બોગસ પક્ષોને ફંડ આપી કળા-ધોળા કરનારના નામ બહાર આવ્યા હતા. આવા ટેક્ષ ચોરોને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા નોટીસ આપી ટેક્ષની રકમ ભરવા ચેતવણી આપ્યા છતાં સરકારી બાબુઓ સહિતના આ ટેક્ષ ચોરો જેમણે કળા-ધોળા કર્યા છે. તેમની યાદી તૈયાર કરી તેમના ઉપર આજે દરોડા પાડવામાં આવ્યા છે. આવા કરચોરોના નામ ખુલ્લા પછી જેટલી રકમના ખોટા ક્લેઇમ હશે તેની પર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવી પડશે તેમ ઇન્કમટેક્ષ વિભાગના સુત્રોએ જણાવ્યું છે.

ગ્રામ પંચાયતની પણ ચૂંટણી નથી લડતા એવા ભૂતિયા પક્ષમાં ફંડના નામે હવાલા રેકેટ
આવકવેરાના નિયમ મુજબ કલમ 80 GGC હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર ટેક્સમાં છૂટ મળે છે. જેથી આ છટક બારીનો ઉપયોગ કરીને આવી બોગસ રાજકીય પાર્ટી કે જેણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડી નથી તેવા ભૂતિયા રાજકીય પક્ષોને ફંડના નામે કળા-ધોળા કરી હવાલાનું રેકેટ ચલાવવામાં આવે છે. બોગસ રાજકીય પક્ષોને નકલી દાનના કાગળો તૈયાર કરતા હતા. ઘણી વખત આવા લોકો ટેક્સ બચાવવા માટે બિન નોંધાયેલ અથવા શંકાસ્પદ સંગઠનો થકી નકલી દાન આપે છે. નાના રાજકીય પક્ષોને દાન આપી પાછળથી રોકડ 80/20 ન રેશ્યોમાં લેવાનો આ મામલો છે. આવકવેરા વિભાગે તપાસ કરી આવા 20 જેટલા ભૂતિયા રાજકીય પક્ષોને દાન આપવાવાળા કરદાતાઓનું લીસ્ટ મેળવી તપાસ કરી હતી. જે હિસાબથી દાન આપવામાં આવ્યું હતું તે જોતાં આવકવેરા વિભાગને શંકા ગઈ હતી. આવક વેરાનો કાયદો રાજકીય પક્ષોને દાન પર ટેક્સથી છૂટ આપે છે. જો કોઈ કરદાતા કોઈ રાજકીય પાર્ટીને દાન આપે છે તો તે દાનના બદલામાં 100% કપાતનો દાવો કરી શકાય છે.

Tags :
gujaratgujarat newsitpolitical fundingrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement