રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં ડેરી-હોટલ ગ્રુપ ઉપર ITના દરોડા

12:51 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં માર્ચ એન્ડીંગ ચાલી રહ્યો છે તેવા સમયે જ ઈન્કમટેક્ષ વિભાગ ફરી સક્રિય બન્યું છે અને અમદાવાદમાં ડેરી તથા હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા એક મોટા ગ્રુપ ઉપર તવાઈ ઉતારી ભાગીદારોના નિવાસસ્થાનો તથા ઉત્પાદન એકમો સહિત 13 જેટલા સ્થળે તપાસ હાથ ધરતાં ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. આજે વહેલી સવારથી જ ઈન્કમટેક્ષના 75 જેટલા અધિકારીઓનો કાફલો કુલ 13 સ્થળે મહેમાન બન્યો હતો અને માર્ચ એન્ડીંગ સમયે જ તપાસ હાથ ધરતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ, આજે વહેલી સવારથી જ અમદાવાદના ગોપાલ ડેરી અને રિવરવ્યુ હોટલ ગ્રુપ ઉપર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રુપનાં આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા ઉત્પાદન એકમો, હોટલ તેમજ આ ગ્રુપના સંચાલક રાજુભાઈ દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોના નિવાસસ્થાનોએ તપાસ હાથ ધરવામાં આવેલ છે. અંદાજે 13 જેટલા સ્થળોએ ઈન્કમટેક્ષ વિભાગનાં 75 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ હાથ ધરાયું છે ત્યારે તપાસ દરમિયાન મોટા બેનામી વ્યવહારો મળી આવવાની શકયતા દર્શાવવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીયછે કે ચાલુ વર્ષે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સમયાંતરે બિલ્ડર ઉપરાંત કેમીકલ સહિતના વિવિધ ગ્રુપો ઉપર દરોડા ચાલુ રાખવામાં આવ્યા હતાં. છેલ્લે રાજકોટનાં ઓરબીટ અને લાડાણી ગ્રુપને ત્યાં સફળ રેડ કરવામાં આવ્યા બાદ માર્ચ એન્ડીંગ અને લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે હાલ દરોડાનો દૌર સ્થગીત રહેશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ આજે સવારથી જ અચાનક જ ઈન્કમટેક્ષ વિભાગે અમદાવાદનાં ગ્રુપ ને ત્યાં તપાસ શરૂ કરતાં ધંધાર્થીઓમાં કચવાટ ફેલાયો છે. વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હાલ માર્ચ એન્ડીંગનો સમય ચાલી રહ્યો છે અને હવે એક અઠવાડિયું પણ બાકી રહ્યું નથી તેવા સમયે ઈન્કમટેક્ષ વિભાગની તપાસના કારણે માર્ચ એન્ડીંગના વ્યવહારોમાં પણ અચડણ ઉભી થાય છે અને વ્યવહારો તુટવાનો ભય રહે છે. જ્યારે આવા દિવસોમાં તંત્રએ દરોડા પાડવા જોઈએ નહીં તેવી વ્યાપક લાગણી પ્રર્વતી રહી છે. સામાન્ય રીતે આચાર સંહિતાના કારણે મોટાભાગનાં દરોડાની કાર્યવાહી સ્થગિત રહેતી હોય છે પરંતુ આ વખતે ચૂંટણી વચ્ચે પણ ઈડી, સીબીઆઈ, એનઆઈએ અને ઈન્કમટેક્ષના દરોડાનો દૌર યથાવત રહ્યો છે.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsIT raid
Advertisement
Next Article
Advertisement