બંસીધર ટોબેકો ઉપર ગુજરાત સહિત 4 રાજ્યમાં ITના દરોડા
- રોલ્સ રોયસ ફેન્ટમ સહિત 60 કરોડની કારનો કાફલો, 4.50 કરોડ રોકડા મળ્યા
- 150 કરોડના વેપાર સામે રૂા.20 થી 25 કરોડનું જ ટર્નઓવર બતાવ્યં
કાનપુરમાં બંશીધર ટોબેકો કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત કંપનીના ૨૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેનું ટર્નઓવર ૨૦થી ૨૫ કરોડ રૂપિયા બતાવ્યું છે, પરંતુ વાસ્તવમાં આ ટર્નઓવર ૧૦૦- ૧૫૦ કરોડ રૂપિયાની આસપાસ છે. | ગઈકાલે આવકવેરા વિભાગે |તમાકુ કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે.આ સમયગાળા દરમિયાન કંપનીના માલિકના દિલ્હીના ઘરેથી ૬૦ કરોડ રૂપિયાથી વધુની કાર મળી આવી હતી. જેમાં ૧૬ કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ પણ સામેલ છે. બંશીધર ટોબેકો કંપનીના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરે જે કારની તલાશી લેવામાં આવી હતી તેમાં મેકલેરેન, લેમ્બોર્ગિની, ફેરારી, રોલ્સ રોયસ જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગે દરોડા દરમિયાન ૪૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કેટલાક અતિ મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમાકુ કંપની એકાઉન્ટ્સમાં દર્શાવેલ કંપનીને નકલી ચેક આપી રહી હતી, પરંતુ બીજી તરફ અન્ય મોટા પાન મસાલા હાઉસમાં પ્રોડક્ટ સપ્લાય કરી રહી હતી. તમાકુ કંપની ફૂ ૨૦- ૨૫ કરોડનું ટર્નઓવર બતાવતી હતી જે વાસ્તવમાં રૂ. ૧૦૦ થી ૧૫૦ કરોડથી વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ ૮૦ વર્ષથી તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલી એક પેઢીના માલિક કેકે મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રાની નયાગંજમાં જૂની ઓફિસ છે. ગુરુવારે બપોરે લગભગ ૧.૩૦ વાગ્યે, આવકવેરા વિભાગના અધિકારીઓ ૬ વાહનોમાં પહોંચ્યા અને સમગ્ર પરિસરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું. ત્યાં હાજર કર્મચારીઓના મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. કાગળના દસ્તાવેજ સાથે ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જન્મ કરવામાં આવ્યા હતા. હાલમાં રિયલ એસ્ટેટ, બેનામી પ્રોપર્ટી ઉપરાંત રોકડની પણ શોધ ચાલી રહી છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ કાનપુર અને દિલ્હીમાં બિઝનેસમેનના બંગલામાં પણ દરોડા પાડ્યા છે. ત્યાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. મોટી કરચોરી અંગે ઈનપુટ મળ્યા બાદ ઈન્કમટેક્સ ટીમ કંપનીના અલગ- અલગ સ્થળોએ પહોંચી હતી. આવકવેરાની સાથે જીએસટીની ચોરી પણ પ્રકાશમાં આવી રહી છે. નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર ટોબેકોને કારોબાર વિદેશમાં ફેલાયો હોવાનું જાણવા મળે છે. કંપનીનો તમાકુનો મોટો બિઝનેસ છે. કંપની મોટા પાન-મસાલા જૂથોને સામાન સપ્લાય કરે છે. જો કે હવે આ કંપની આઈટીના રડાર પર આવી ગઈ છે.