અમદાવાદમાં ડેરી-હોટેલ ઉદ્યોગ ગ્રૂપ ઉપર ITના દરોડામાં કરોડોના વ્યવહારો પકડાયા
- 20થી વધુ બેંક એકાઉન્ટ સીઝ, જમીનના દસ્તાવેજો, 15 લોકરો, રોકડ, ઘરેણાં, ડાયરીઓ સહિતના મુદ્દે તપાસ
અમદાવાદના જાણીતા દેસાઈ ગ્રૂપના 20 પ્રિમાઈસીસ પર ઈન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ બંદોબસ્ત સાથે ત્રાટક્યા હતા. કરચોરીની તપાસ શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂૂપિયાના વ્યવહારો અને કરોડો રૂૂપિયાની કરચોરીની વિગતો અધિકારીઓના ધ્યાનમાં આવી છે. નવરંગપુરા ખાતેની ગોપાલ ડેરી તથા આશ્રમરોડ પર આવેલી રિવર વ્યુ હોટલના સંચાલકો રાજુ દેસાઈ અને ગૌરાંગ દેસાઈ તથા તેમના પરિવારના સભ્યો ભાગીદારો અને કર્મચારીઓના રહેઠાણ અને જુદીજુદી ઓફ્સિો પર દરોડાની કામગીરી ચાલી રહી છે.
ડેરી ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગ સિવાય તેઓ જમીનોની મોટા પ્રમાણમાં લે વેચ કરતા હોવાની વિગતો પણ અધિકારીઓને મળતા તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન અધિકારીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં દસ્તાવેજો, જમીનને સંલગ્ન ડોક્યુમેન્ટ, કાચી ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને અન્ય વિગતો પણ મળી આવી છે. 20થી વધારે બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં. આવ્યા છે 15 બેંક લોકરોની વિગતો મળી આવી છે. આ ઉપરાંત રોકડ રૂૂપિયા અને ઝવેરાત મળી આવી છે જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે.
અમદાવાદમાં મોટાભાગની જમીનોના સોદામાં સંકળાયેલા દેસાઈ ગ્રુપના રાજુ દેસાઈ અને ગૌરાંગ દેસાઈ તથા તેમની સાથે સંકળાયેલા લોકોના ઘરે અને ઓફિસોમાં ઈંઝના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. ગૌરાંગ દેસાઈ અને રાજુ દેસાઈ મજબૂત રાજકીય પીઠબળ ધરાવતા હોવા છતાં તેઓ ઈન્કમટેક્સના રડારમાં આવી જતા તેમની સાથે સંકળાયેલા સંખ્યાબંધ ઈન્વેસ્ટરો ફાઈનાન્સરો અને બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે.
ચૂંટણીના વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી ઈન્કમટેક્સના અધિકારીઓ આ ગ્રુપની જુદી-જુદી ઓફ્સિ અને ડેરી તેમજ હોટલ પર વોચ રાખીને બેઠા હતા. આ તપાસ દરમિયાન તેમણે જમીનોના સોદાની વિગતો એકત્રિત કરી લીધી હતી અને અન્ય કરોડો રૂૂપિયાના બેનામી વ્યવહારોની વિગતો પણ મેળવી લીધા બાદ દરોડા પાડ્યા હતા.