200 કરોડના વ્યવહારોમાં રાજકોટના સી.એ.ને ત્યાં ITની તપાસ
ઝારખંડ અને બિહાર સાથે રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઢેબર રોડ સ્થિત ઓફિસે ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન
રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરી મામલે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી તપાસમાં ઝારખંડ, બિહારની 6 થી વધુ રાજકીય પાર્ટીઓ સાથે 200 કરોડના વ્યવહારોમાં રાજકોટના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીની સાંઠગાંઠ ખુલતા ઝારખંડ ઇન્કમટેક્ષ વિભાગની ટીમે રાજકોટમાં દરોડા પાડી તપાસ શરુ કરી છે. આ તપાસમાં અને રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓની ટીમ જોડાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ઢેબરરોડ ઉપર આવેલ સનઆર્કેડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં તપાસ શરૂૂ કરવામાં આવી છે.તપાસમાં ડોનેશન સહિત અનેક રીસીપ્ટો આઈટી ને લાગી હાથ લાગી છે.
ઝારખંડ તથા બિહારની 6 જેટલી રાજકીય પાર્ટીને આપલે ડોનેશન મામલે આવકવેરા વિભાગની ટીમે છેલ્લા ત્રણ દિવસથી ઢેબરરોડ ઉપર આવેલ સનઆર્કેડમાં આવેલ સી.એ.ને ત્યાં તપાસ શરુ કરી છે. દ્વારા 200 કરોડથી વધુના વ્યવહારોમાં તેની સંડોવણી પણ ખુલી છે. તપાસમા ઓફિસમાંથી ઘણા ખરા શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રવાદી જનતારાજ પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ, પાર્ટી ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોકકલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતાપ્રકાશ, મધરલેન્ડ નેશનલ પાર્ટી, લોકતંત્ર જાગૃત પાર્ટી, ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઈન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટીનું નામ સામે આવ્યા બાદ તપાસમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેના વ્યવહારો ખુલ્યા હતા.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવકવેરા વિભાગની સાથોસાથ સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ ગુપ્તરીતે તપાસ ચલાવી રહ્યું છે. રાજકીય પક્ષોને દાન આપવા મામલે તપાસમાં રાજકોટ આવકવેરા વિભાગ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે.જોકે ઝારખંડ અને બિહારની ટીમનું આ લીડ ઓપરેશન હોવાના કારણે તપાસ બાદ ઘણી બધી ચોકાવનારી વિગતો સામે આવી શકે છે.આ તપાસમાં અમરેલીની એક પેઢીનું પણ નામ આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં અમરેલીમાં પણ આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.