For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 હજારના પગારદારને ITની 150 કરોડની નોટિસ

11:29 AM Apr 16, 2025 IST | Bhumika
10 હજારના પગારદારને itની 150 કરોડની નોટિસ

કોડીનારમાં 10 હજારના પગારદાર યુવકને આવકવેરા વિભાગે 1 અબજ 15 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Advertisement

ઇન્કમટેક્સ વિભાગના વધારે આંધળા વહીવટનું ઉદાહરણ કોડીનાર શહેરમાં સામે આવ્યું છે ચા ની હોટલમાં કામ કરતા આસિફ મહંમદભાઇ શેખ નામના યુવાનને ઇન્કમટેક્સ વિભાગે વર્ષ 2024 25ના વર્ષમાં 3 નોટિસ ફટકારીને તેના નામે થેયલા 1 અબજ 15 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા યુવકનો પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો છે.

આસિફ શેખ કોડીનાર શહેરમાં ચાની કીટલી પર છુટક મજૂરી એ કામ કરી રહ્યો છે આખા મહિનાની રોજગારી ભેગી કરે તો પણ દસ હજાર રૂૂપિયાની આસપાસ થાય છે વધુમાં આસિફ શેખના બેન્ક એકાઉન્ટમાં આજે પણ હજાર રૂૂપિયા કરતા ઓછી રકમ જમા છે આવી વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે કયા કારણોસર 115 કરોડ 90 લાખ રૂૂપિયાની માતબર રકમની નોટિસ ફટકારી તે હવે કોડીનાર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની રહ્યો છે.
આ સમગ્ર બાબતે શેખ આસિફભાઈ મહમ્મદભાઈએ જણાવ્યું હતું કે હું નાનો માણસ છું, મારો પગાર 10 હજાર છે, ભાડાના મકાનમાં રહું છું. મેં મારા શેઠ પાસેથી 80 હજાર રૂૂપિયા ઉધાર લીધા છે. જયારે નોટિસ આવી ત્યારે મારા ખાતામાં રૂૂ.475 જ હતા. મેં કોઈ દિવસ 2 લાખ રૂૂપિયા પણ જોયા નથી મારે પાસે ઘરનું ઘર પણ નથી અને હું સમજણો થયો ત્યાર થી મજૂરી કરી મારા પરિવાર નું ગુજરાન ચલાવું છું આ નોટિસ મને કેમ મળી એ હું જાણતો નથી મને આવા કોઈ વ્યવહાર ની ખબર નથી મેં આ નોટિસ બાબતે પોલીસ ખાતામાં અરજી પણ કરી છે.

Advertisement

આ ઘટના આવકવેરા વિભાગનો છબરડો છે કે કોઈ મોટું છેતરપિંડી કૌભાંડ છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર બાબતે અમારા પ્રિતિનિધિએ આવકવેરા વિભાગના નિષ્ણાત અધિકારી સાથે વાતચીત કરી તો એમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું કે આ યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કર્યા હોઈ શકે છે અને આ રીતે તેની સાથે ફ્રોડ થયું હોઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘટના પર થી એક મહત્વ ની વાત સમજવા જેવી છે કે નાગરિકોએ પોતાના પાન કાર્ડની ગુપ્તતા જાળવવી જોઈએ બીજી તરફ આ પ્રકરણમાં એક મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે આસીફ મહમદ શેખના પાન કાર્ડ નંબર પર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે. આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખુબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. કોઈ પણ નાગરિકે પોતાના પાન કાર્ડની ગુપ્તતા પણ જાળવવી જોઈએ. પાન કાર્ડ નંબર કોઈ કૌભાંડીના હાથે ચડી જાય તો તમારી જાણ બહાર મોટા આર્થિક વ્યવહાર થઈ શકે છે અને અંતે ભોગવવાનો વારો આવે છે. આ ઘટના પરથી નાગરિકોએ પોતાના પાન કાર્ડની પણ ગુપ્તતા ખુબ સાવચેતી પૂર્વક જાળવવી જોઈએ તે પણ જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement