રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભરચોમાસે આજી-ન્યારીમાં નર્મદાનીર ઠાલવવાની નોબત

05:05 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં સરેરાશ 71 ટકા વરસાદ સામે રાજકોટ શહેરમાં માત્ર 38.65 ટકા વરસાદ પડતાં ચોમાસામાં જ પાણીની રામાયણ

ગુજરાતમાં ચોમાસુ સિઝન લગભગ 60 ટકા પુરી થવા આવી છે. અને ગુજરાતમાં સરેરાશ 71 ટકા વરસાદ પડી ગયો છે. પરંતુ રાજકોટ જિલ્લામાં 61.52 ટકા અને રાજકોટ શહેરમાં માત્ર 38.65 ટકા જ વરસાદ નોંધાયો હોવાથી રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં ભર ચોમાસે નર્મદાનીર ઠાલવવાની ફરજ પડી છે. આજે નર્મદાનીર બન્ને ડેમમાં આવી પહોંચતા મહાનગરપાલિકાના શાસકોએ વધાવ્યા હતાં.
અત્યાર સુધીમાં રાજકોટમાં ખુબ જ ઓછો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં મેઘરાજા મન મુકીને નહીં વરશે તો આખુ વર્ષ નર્મદામૈયા ઉપર નિર્ભર રહેવુ પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, સરકારમાંઆજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી કરવામાં આવેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરેલ છે. જેના અનુસંધાને આજે તા.12/08/2024ના રોજ પ્રથમ આજી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે.

હાલ, આજી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 29 ફૂટ સામે, આજી-1 ડેમમાં 19.32 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 25.09 ફૂટ સામે, ન્યારી-1 ડેમમાં 14.27ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન રહે તે માટે આગોતરૂૂ આયોજન કરી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.06/08/2024ના રોજ રાજ્ય સરકારશ્રી પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ આજી-1 ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-1 ડેમ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, 69 વિધાન સભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા, ડેપ્યુટી એન્જિનિયર દિવ્યેશ ત્રિવેદી તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાનાં શાસકો શહેરીજનોને નિયમિત 20 મિનિટ પાણી પુરૂૂ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. કોઈપણ સંજોગોમાં પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે.

Tags :
Aji-Nyari DAMgujaratgujarat newsMonsoonrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement