For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ-રસ્તાઓ બનાવવાની સરકારની ‘દાનત’ જ નથી

11:50 AM Jul 31, 2024 IST | admin
રોડ રસ્તાઓ બનાવવાની સરકારની ‘દાનત’ જ નથી

દાખલા તરીકે, સરકારી સ્ટાન્ડર્ડ મુજબની ચોક્કસ મજબુતી ધરાવતો રસ્તો બનાવવા કોઈ કોન્ટ્રાક્ટરને ધારો કે યુનિટ દીઠ રૂા. 2,600નો પડતર ખર્ચ થતો હોય, તો એ કામ સરકારને રૂા. 2,200માં કરાવવું છે ! : કોન્ટ્રાક્ટર ’સેવા’ કરે ?! : કોઈ ખોટ ખાઈને ધંધો કરે ?! : સરકારનું ગણિત સરકારને જ ભારે પડી શકે છે

Advertisement

એક તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત રાજ્યભરમાં લાખો કરોડો ગ્રામજનો વરસોથી સારાં રોડ-રસ્તાઓ માટે તરસે છે અને ભયાનક હાડમારીઓ વેઠી રહ્યા છે, બીજી તરફ આ રોડ-રસ્તાઓના કામો કરાવવાની સરકારની જાણે કે દાનત જ નથી, એ પ્રકારનો સ્પષ્ટ આક્ષેપ જામજોધપુર-લાલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દ્વારા થયો છે. આ આક્ષેપ વજનદાર છે અને હકીકતની એકદમ નજીક હોવાનું સમજાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર સહિતના તાલુકાઓમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ, વરસોથી લાખો ગ્રામજનો ભંગાર રોડ-રસ્તાઓને કારણે ખૂબ જ પરેશાન છે. આ હકીકત અંગે કાલે મંગળવારે સાંજે ’જામનગર મિરર’ દ્વારા જામજોધપુર-લાલપુર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.

ધારાસભ્ય સાથેની આ વાતચીતનો ટૂંકસાર એવો છે કે, સરકાર જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં કયાંય પણ ગ્રામ્ય રોડ-રસ્તાઓ કરાવવાની દાનત ધરાવતી નથી એવું દેખાઈ રહ્યું છે. આ આક્ષેપની વિગતો આપતાં ધારાસભ્યએ કહ્યું કે, સરકારે એસઓઆરના ભાવો નીચા રાખ્યા છે. એટલે કે સરકાર ટેન્ડર બહાર પાડવા માટે સરકારી સ્તરે જે ભાવ નિર્ધારણ પદ્ધતિ અપનાવે છે તે માટેના આ ભાવ સરકારે નીચા રાખેલા છે, જેથી કોઈ પણ કોન્ટ્રાક્ટર સરકારનું આ કામ, આ ભાવોથી કરવા તૈયાર થતાં નથી, જેને કારણે વરસોથી રોડ-રસ્તાઓ બનતાં નથી અને લાખો ગ્રામજનો હેરાન છે. ધારાસભ્યએ આ વાત ઉદાહરણ સાથે રજૂ કરી છે. એમના કહેવા મુજબ, જો એમ-2000 રોડ બનાવવો હોય તો તેમાં 6 થેલી સિમેન્ટ જોઈએ, જેનો સરેરાશ ખર્ચ રૂૂ. 1,800 ગણો, સાથે 400 રૂૂપિયાની રેતી અને 400 રૂૂપિયાની કાંકરી ગણો તો કુલ રૂૂ. 2,600 નો પડતરખર્ચ કોન્ટ્રાક્ટરને થાય.

Advertisement

જેમાં કોન્ટ્રાક્ટરનો ેબર ખર્ચ તથા નફાની તો ગણતરી પણ કરવામાં આવી નથી. આ રૂૂ. 2,600નું કામ કોન્ટ્રાક્ટર રૂૂ. 2,200માં કરી આપે, એવી ગણતરીઓ સાથેના એસઓઆરના ભાવો સરકારે જાહેર કર્યા છે. જેથી કોઈને આ કામો કરવામાં રસ નથી. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, માત્ર મારાં જ મતવિસ્તારની એટલે કે, જામજોધપુર અને લાલપુર તાલુકાની જ વાત કરૂૂં તો આ બંને તાલુકામાં મળી આશરે રૂૂ. 100 કરોડના રોડ-રસ્તાઓના કામો આવા કારણોસર 12-12, 13-13 વર્ષથી થતાં નથી.

આટલાં વર્ષોથી લાખો ગ્રામજનો તકલીફો વેઠે છે. સરકારે અમુક રોડ-રસ્તાઓના કામો માટે 8-8 વખતથી માંડીને અમુક રસ્તાઓના કામો માટે 13-13 વખત ટેન્ડર બહાર પાડ્યા છે. દરેક ટેન્ડર વખતે દોઢ બે મહિનાની કસરતો અને જાહેરાતો અને ખર્ચ બધું જ પાણીમાં જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારના એસઓઆરના ભાવો ન પોસાય તેટલાં નીચા હોવાને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતી વખતે 50-60 ટકા ઓન ભાવો ભરી ટેન્ડર રજૂ કરે છે, જે ટેન્ડરો સરકાર નામંજૂર કરી દે છે અને વારંવાર ટેન્ડર બહાર પડતાં રહે છે પણ વરસોથી આ સેંકડો રોડ-રસ્તાઓના કામો થતાં નથી, સરકારને ખબર છે જ કે, કોરોના સમય બાદથી દરેક માલ મટીરીયલ્સ અને મજૂરીના દરો વધી ગયા છે, આમ છતાં સરકાર કામો માટેના નવા ભાવો નક્કી કરતી નથી, સરકારને મોંઘવારીની ખબર છે જ, તેનો અર્થ એ થઈ શકે કે, રોડ-રસ્તાઓના કામો કરવાની સરકારની દાનત નથી એવું દેખાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement