અહીંથી વાતનો અંત નથી થતો, આગેવાનોને શરમ આવવી જોઈએ: પદ્મિનીબા વાળા
કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા. આજે રૂૂપાલાભાઈ વિરૂૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. કેમ કે, રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે મુદ્દે રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે તમે લોકો આ બધુ જ બંધ કરો. જીત તો અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે.