For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે ?

04:08 PM Jul 28, 2025 IST | Bhumika
ગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે

રાહુલ ગાંધીની આણંદ બેઠકમાં નિર્ણય થયાની અને ટૂંકસમયમાં જાહેરાત થવાની ચર્ચા

Advertisement

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાહુલ ગાંધી પોતાના બે સેનાપતિઓને ગુજરાતની જવાબદારી સોંપવાના છે. આ બંને નેતાઓ ગુજરાતની રણનીતિ ઘડશે, જેઓ ગુજરાત માટે કોંગ્રેસના નવા રણનીતિકાર બનશે. આણંદની બેઠકમાં લગભગ નિર્ણય લેવાઈ ગયો, હવે ટૂંક સમયમાં અમલ થશે.

રાહુલ ગાંધીએ આણંદમાં નેતાઓ સાથે કરેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. આ બંને રણનીતિકારના નામ પણ સામે આવ્યા છે. સુનીલ કાનુગોલુ 40 વર્ષીય રણનીતિકાર છે, જેમની રણનીતિએ કોંગ્રેસને તેલંગાણામાં કેસીઆરને હાંકી કાઢવામાં મદદ કરી હતી. તેમની રણનીતિએ તેલંગાનામાં કોંગ્રેસની લાજ બચાવી હતી.
ચૂંટણી રણનીતિકાર સુનીલ કાનુગોલુ કોંગ્રેસ માટે મીડાસ ટચ ધરાવતા વ્યક્તિ સાબિત થયા છે.

Advertisement

તેલંગાણામાં કોંગ્રેસની જીતનું આયોજન કર્યાના થોડા મહિના પછી, કર્ણાટકમાં તેઓ આ ભવ્ય જૂની પાર્ટીના સત્તામાં પાછા ફરવાના શિલ્પી હતા. કર્ણાટકમાં કોંગ્રેસની જીતનો શ્રેય કાનુગોલુને આપવામાં આવ્યો હતો અને સિદ્ધારમૈયા સરકારે તેમને કેબિનેટ પદ આપ્યું હતું. સુનીલ કાનુગોલુએ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા એ રેવંત રેડ્ડી સાથે મળીને કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની બીઆરએસ સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી હતી. સચિન રાવ રાહુલ ગાંધીની ટીમના એક મહત્વપૂર્ણ સભ્યોમાંના એક છે. તેમજ કોંગ્રેસના પ્રશિક્ષણ વડા છે. જે કોંગ્રેસના કાર્યકરોને પ્રસિક્ષિત કરવાની જવાબદારી સંભાળે છે. તેમણે અગાઉ ભારતીય યુવા કોંગ્રેસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ ભારતના સંચાલનનું પણ સંચાલન સંભાળ્યું છે. 2007 માં, જ્યારે રાહુલ ગાંધીએ AICC મહાસચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમણે IYC અને NSUIને પુનજીર્વિત કરવા માટે રાવ સાથે કામ કર્યું. રાહુલના કાર્યકાળ દરમિયાન 2007-2009 દરમિયાન પહેલીવાર બંને સંસ્થાઓ માટે આંતરિક ચૂંટણીઓ યોજવાનો રાવનો વિચાર હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement